Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

નવાગામ ઘેડમાં ગાયે ઢીક મારતા મહિલાનું મોતઃ પત્નિ રિસામણે જતા યુવકે આયખુ ટુંકાવ્યુ

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૨૯: અહીં નવાગામ ઘેડ રાઠોડફળીમાં રહેતા પ્રકાશભાઈ ઉર્ફે ગોપાલભાઈ વાઘેલા, ઉ.વ.૪ર, એ સીટી ભએભ પોલીસ  સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર ગીતાબેન જયંતિભાઈ ડાભી, ઉ.વ.પ૦, રે. નવા ગામ ઘેડ, જુના રેલ્વે સ્ટેશન પાસે, વેલનગર, જામનગરવાળા પોતાના સબંધીના રહેણાક મકાન સિઘ્ધનાથ સોસાયટી તારમામદ સોસાયટી પાસે, જામનગરથી ચાલીને પોતના ઘરે આવતા હોય ત્યારે શાહ પેટ્રોલ પંપ પાસે પહોંચતા જાહેર રોડ ઉપર એક ગાયએ ઢીક મારતા નીચે પડી જતા બેભાન થઈ જતા સારવારમાં જી.જી.હોસ્પિટલમાં દાખલ કરતા સારવાર દરમ્યાન મરણ થયેલ છે.

જામનગર : અહીં પોલીસ હેડ કવાર્ટર, મારૂતિનગર નટુભાઈની દુકાનની બાજુમાં રહેતા કવીતાબેન રાજેશભાઈ મનવર, ઉ.વ.૩ર એ સીટી ભસીભ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણજનાર આકાશ હિરામણ ભગત, ઉ.વ.ર૬, રે. પોલીસ હેડ કવાર્ટરની પાછળ, મારૂતીનગર, ચતુરસિંહની દુકાન બાજુમાં જયરાજસિંહ રણજીતસિંહ જાડેજાના મકાનમાં જામનગરવાળાની પત્ની થોડા સમયથી રીસામણે ચાલી ગયેલ હોય જેથી મરણજનાર ને લાગી આવતા પોતે પોતાના હાથે ઓરડીમાં આવેલ લાકડીની આડશામાં સાડીના કટકા વડે ગળાફાંસો ખાઈ મરણ થયેલ છે.

અગમ્યકારણોસર મહિલાનું મોત

જામનગર : અહીં લાલપુર તાલુકાના પીપરટોંડા ગામે રહેતા મનીષભાઈ રૂખાભાઈ બાંભવા, ઉ.વ.૩પ એ લાલપુર પોલીસ સ્ટેશનમાં જાહેર કરેલ છે કે, આ કામે મરણ જનાર  બાધીબેન રૂખાભાઈ બાંભવા, ઉ.વ.પ૬, રે. પીપરટોડા ગામવાળા પોતાના ઘરે ઘેટા-બકરાની જીવાત મારવાની ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે મરણ થયેલ છે.

દારૂના ચપલા સાથે ઝડપાયો

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. શીવરાજસિંહ નટુભા રાઠોડ એ ફરીયાદ નોંધાવી છે કે, શાકમાર્કેટ ગીરધારી મંદિર પાસે, જાહેર રોડપર આકામના આરોપી સાદીક હુશેન યુનુસભાઈ સુમારીયા, રે. જામનગરવાળો ગેરકાદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જામાં ઈંગ્લીશ દારૂનું ચપલું નંગ–૧, કિંમત રૂ.૧૦૦ સાથે ઝડપાઈ ગયેલ છે.

છ બોટલ દારૂ સાથે ઝડપાયો

સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રાણાભાઈ વેંજાનંદભાઈ આંબલીયા એ ફરીયાદ નોંધાવી છે કે, જયશન ગેરેજ રાજકોટ–જામનગર રોડ, પર આરોપી ધર્મરાજસિંહ જશુભા જાડેજા, રે. જામનગરવાળો ગેરકાદેસર પાસ પરમીટ વગર પોતાના કબ્જાના મોટરસાયકલમાં ભારતીય બનાવટનો ઈંગ્લીશ દારૂ ની બોટલ નંગ–૬, કિંમત રૂ.૩૦૦૦/– તથા સીલ્વર એકસેસ મોટરસાયકલ નં. જી.જે.–૧૦–ડી.સી.–૯૬૧૩ જેની  કિંમત રૂ.ર૦,૦૦૦/– મળી કુલ રૂ.ર૩૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

દારૂ સાથે બે ઝડપાયા

સીટી સી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. રૂષિરાજસિંહ લાલુભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, હરીયા કોલેજના ગેઈટ પાસે રસ્તા  ઉપર આરોપી યુવરાજસિંહ ભીમદેવસિંહ ગોહીલ, રાહુલ મનસુખભાઈ બાંભણીયા, રે. જામનગરવાળા એ પોતાના કબ્જાના એકટીવા મોટરસાયકલ માં ગેરકાદેસર પાસે પરમીટ વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઈંગ્લીશ દારૂની શીલબંધ બોટલ નંગ–૮, કિંમત રૂ.૪,૦૦૦/– તથા એકટીવા મોટરસાયકલ જેની કિમત રૂ.રપ,૦૦૦૦ તથા એક મોબાઈલ ફોન સાથે ઝડપાઈ ગયેલ છે.

ધ્રોલમાં વર્લીમટકાના આંકડા લખતો ઝડપાયો

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. વનરાજભાઈ નાગજીભાઈ ગઢાદરા એ ફરીયાદ નોંધાવી છે કે, ફુલવાડી રોડ પર ખાટકીવાસના નાકા પાસે, ધ્રોલમાં આરોપી મેમુદભાઈ દાઉદભાઈ મરછીયા, રે.ધ્રોલવાળો જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી લખાવી પૈસાની હારજીત કરી રોકડા રૂ.૧૬૧૦/– ના મુદમાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.

ગામવાળા પોતાના ઘરે ઘેટા–બકરાની જીવાત મારવાની ઝેરી દવા પી જતા સારવાર દરમ્યાન જામનગરની જી.જી.હોસ્પિટલ ખાતે મરણ ગયેલ છે.

કોઠાભાડુકીયામાં જુગાર રમતા પાંચ ઝડપાયા

કાલાવડ ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. એસ.આર.ચાવડા એ ફરીયાદ નોંધાવી છે કે, કોઠાભાડૂકીયા (સરદારનગર) રામમંદિર પાછળની શેરીમાં, સ્ટ્રીટ લાઈટના અજવાળે જાહેરમાં આ કામના આરોપી હરજીભાઈ નાગજીભાઈ કથીરીયા, ઘનશ્યામભાઈ કાનજીભાઈ સોમૈયા, અશોકભાઈ હીરાભાઈ ધામેલીયા, જગદીશભાઈ પરસોતમભાઈ કથીરીયા, હરીભાઈ મંગાભાઈ સોલંકી એ ગંજીપતાના પાના વડે રોનપોલીસ તીનપતી નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.૧પ૪૬૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(12:50 pm IST)