Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ભાણવડની વારીયા બાલ મંદિરની કરોડોની મિલ્કત પચાવી પાડવા મહિલાનો કારસો

શૈક્ષણીક હેતુ માટે ભાડા કરારથી આપેલી ટ્રસ્ટની બિલ્ડીંગનો કરાર પુરો થઇ ગયા બાદ દાનત બગડતાં : જગ્યા ખાલી કરવી હોય તો પૈસા આપો નહિતર અહી ગરતા નહીં કેટલાક માથાભારે શખ્સોને સાથે રાખી ટ્રસ્ટીઓને ધાક-ધમકીઃ મહિલા તેમની બહેન સહીત ત્રણ સામે લેન્ડ ગ્રેબીંગનો ગુનો દાખલ કરવા કલેકટરને લેખીત રજુઆત

રાજકોટ, તા., ર૮: ભાણવડના હાર્દસમા વેરાડ ગેઇટ મધ્યમાં આવેલી વારીયા બાલમંદિર તરીકે ઓળખાતી વર્ષો જુની ટ્રસ્ટની કરોડોની મિલ્કત પર કબ્જો કરવા માટે છેલ્લા કેટલાક સમયથી મથામણ કરતી મુળ ભાણવડ અને હાલ રાજકોટ સ્થિત મીહલા અનેતેમની બહેન તેમજ ખંભાળીયાના શખ્સ વિરૂધ્ધ નવા જમીન અધિનિયમના કાયદા હેઠળ કાર્યવાહી કરવા અને મિલ્કત ટ્રસ્ટને પરત સોંપવા માટે અરજદારે જિલ્લા કલેકટરને લેખીત અરજી કરી છે. જેમાં અરજદાર અને વારીયા બાલમંદિરના પ્રમુખ બલદેવભાઇ મસરીભાઇ વારોતરીયાએ મુળ ભાણવડ અને હાલ રાજકોટ રહેતી આરતીબેન દિપકભાઇ પંડીત તેમની નાની બહેન કૃપા ભાવીન જાની તથા ખંભાળીયામાં રહેતા દિલીપ લાખાભાઇ હાપલીયા સામે કાર્યવાહી કરવા જણાવ્યું છે.

તેમજ મ્યુનિસીપલ વેરા પેટેના પણ કુલ ૧૬,પ૧,૭૮ર બાકી હોય જે પણ આજ દીન સુધી ભરપાઇ કર્યા નથી. અનેક વખત પત્ર વ્યવહારો તેમજ સંપર્ક સાધતા આરતી પંડીતે જણાવ્ી દીધુ હતુ કે હવે આશાદીપ એજયુકેશન ટ્રસ્ટ અમારૂ નથી અમે ટ્રસ્ટ સાજણભાઇ ગઢવી તથા રામભાઇ ગઢવી અને નિલેશભાઇ મેરને આપી દીધું છે. હવે તમારે તેમની સાથે વહેવાર કરવો.જે અંગેની જાણ પણ અમને કરવામાં આવી ન હતી એ પછી આરતી પંડીતે અન્ય કેટલાક લોકો મારફતે ધાક-ધમકીઓ અપાવી જગ્યા છોડી દેવા માટેનું દબાણ કર્યુ હતું.

આ રીતે મિલ્કત પચાવી પાડવાના પ્રયાસો કરવામાં આવતા મુખ્યમંત્રીને રજુઆત કરી હતી. જે અન્વયે આરતી પંડીત, સાજણ ગઢવી અને રામભાઇ ગઢવી વિરૂધ્ધ ભાણવડ પોલીસે અટકાયતી પગલા પણ લીધા હતા. જે બાદ આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષકને તમામ આધાર પુરાવા સાથેની અરજી પણ આપેલ છે. આ પછી સાજણ ગઢવી અને રામ ગઢવીએ હવે આ મામલામાં કયાંય ન હોવાનું પોલીસ સમક્ષ જાહેર કરેલ છે.

શૈક્ષણીક હેતુ માટેની જગ્યામાં તેમનો પુત્ર જુગાર રમાડતા ઝડપાયો હતો

ટ્રસ્ટની મિલ્કતમાં મહિનાઓ પહેલા આરતી પંડીતનો પુત્ર રાજ પંડીત તેમના કેટલાક મિત્રો સાથે જુગાર રમતા અને રમાડતા પોલીસે ઝડપી લઇ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી. આથી આ ટ્રસ્ટની જગ્યાનો ગેરકાયદે પણ ઘણી રીતે કરવામાં આવી રહયો હોવાનું ઉમેર્યુ હતું.

તો લેન્ડ ગ્રેબીંગ હેઠળ મહિલા સામેનો પ્રથમ ગુનો બને

તાજેતરમાં જ રાજય સરકાર દ્વારા ગુજરાતમાં ભૂ-માફીયાઓને 'માપ'માં રહેવાની સાથે ભોં ભેગા કરી દેવા માટે જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ હેઠળ લેન્ડ ગ્રેબીંગનો કાયદો અમલમાં આવતા તેની સજા અને કાર્યવાહીથી જમીન પચાવી પાડવા સહીતના મિલ્કત સંબંધીત ગુના આચરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે. ત્યારે આ કાયદા હેઠળ તંત્ર દ્વારા આરતી પંડીત ઉપર કાર્યવાહી કરવામાં આવે તો ગુજરાતમાં મહિલા હેઠળ લેન્ડ ગ્રેબીંગનો આ પ્રથમ કેસ નોધાઇ શકે છે.

વારીયા બાલમંદિર બચાવો, ભાણવડમાં વોટસએપ ગૃપ પણ કાર્યરત

ભાણવડમાં વારીયા બાલ મંદિર બચાવો નામથી એકથી અનેક વોટસએપ ગૃપ બનતા તેમાં હજારોની સંખ્યામાં શહેર અને બહારગામ વસતા મુળ ભાણવડના લોકો જોડાયા છે અને આ લડાઇમાં યોગ્ય સાથ અને સહકાર આપી મદદરૂપ બની રહયા છે.

(12:49 pm IST)