Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

પડધરીમાં અટલબિહારી વાજપેયીના જન્મદિને ત્રિવિધ કાર્યક્રમો યોજાયા

પડધરી : ભારત રત્ન અને પૂર્વ વડાપ્રધાન અટલબિહારી બાજપેયીના  જન્મદિન નિમીતે પડધરી ખાતે ત્રિવિધ કાર્યક્રમો યોજવામાં આવેલ. જેમાં શિશુ મંદિર ખાતે ખેડૂત સંમેલન યોજાયું હતું, પડધરી સરકારી દવાખાનામાં દર્દીઓને ફ્રુટ વિતરણ તેમજ પૂર્વ વડાપ્રધાન બાજપેયીજીને શ્રધ્ધાંજલી અપર્ણનો કાર્યક્રમ યોજવામાં આવેલ. જેમાં રાજકોટ સાંસદ માનશ્રી મોહનભાઇ કુંડારીયા, મહેન્દ્રભાઇ પાડલીયા, હઠીસિંહ જાડેજા, પ્રાગજીભાઇ કાકડીયા, મનોજભાઇ પેઢડીયા, ધીરૂભાઇ તળપદા, સવજીભાઇ મૈયડ, સહદેવસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, છતુભાઇ બાળા, છગનભાઇ વાંસજાળીયા, ચેતનસિંહ જાડેજા, પદુભાઇ સાતા, વિનોદભાઇ ડોબરીયા, વિનુભાઇ દવે, તેમજ પડધરી તાલુકાનાં સરપંચશ્રીઓ, સહકારી આગેવાનો, કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થીત રહ્યા હતાં. (તસ્વીર - અહેવાલ : મનમોહન બગડાઇ - પડધરી)

(12:47 pm IST)