Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેંક લી. જૂનાગઢના સ્ટાફ માટે મોટીવેશનલ એન્ડ ડેવલપમેન્ટ સેમીનાર યોજાયો

ધી જૂનાગઢ જીલ્લા સહકારી બેન્ક લી., ના કર્મચારીઓ માટે ઓડીટોરીયમ, કૃષિ યુનિવર્સિટી, જૂનાગઢ મુકામે યોજાયેલ મોટીવેશનલ એન્ડ ડેવલપમેન્ટ સેમીનારમાં ધી ગુજરાત સ્ટેટ કો-ઓપ. બેન્ક લી., અમદાવાદનાં જનરલ મેનેજર કર્નલ વિનોદ શાહ આઇ.ટી. ઉપર પ્રર્વચન આપી સાયબર સીકયુરીટી માટે માર્ગદર્શન આપેલ. તેમજ ડેપ્યુટી મેનેજર મનોજભાઇ પટેલ, ખેતી વિષયક ધીરાણો અને યોજનાકીય ધિરાણો વિશે માહિતી આપી. અમદાવાદનં મોટીવેશનલ માર્ગદર્શન નંદકભાઇ પંડ્યા દ્વારા કર્મચારીઓને શિસ્ત અને મોટીવેશનલ અંગે માર્ગદર્શન આપેલ. આ તકે બેન્કના ચેરમેન ડોલરભાઇ કોટેચાએ કર્મચારીઓને ખેડૂતોના વિકાસ માટે બેન્કે નવી ચાલુ કરેલી યોજનાઓ જેવી કે, ખેડૂતોને ગોલ્ડ ધિરાણ, વાહન લોન, હાઉસીંગ લોન તેમજ ખેડૂતોના સંતાનોને ઉચ્ચ અભ્યાસ માટે લોન, ખેડૂતોને તત્કાલ લોન અંગે વિસ્તૃત માહિતી આપી માર્ગદર્શન આપેલ. અને કર્મચારીઓને ધિરાણ, ડિપોઝીટ વધે અને બેન્કની ગ્રાહક સેવા સારી અને સંતોષકારક મળે તેવા પ્રયત્નો કરી બેન્કમાં ખાતાઓનું અને લો-કોસ્ટ ડીપોઝીટનું પ્રમાણ વધે તેવા પ્રયત્નો કરવા સુચના આપેલ. આ કાર્યક્રમનુું સંચાલન બેન્કના સી.ઇ.ઓ કિશોરભાઇ ભટ્ટએ કરેલ.

(12:46 pm IST)