Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ભરૂચ પંથકની શાળાની જમીન વેંચી મારવાના કૌભાંડમાં

ગુજરાત રાજય વકફ બોર્ડના અધ્યક્ષ સજાદ હીરાને દૂર કરવા અને ૧પ દિ'માં અહેવાલ સુપ્રત કરવા ટ્રિબ્યુનલનો આદેશ

(મહંમદ રાઠોડ દ્વારા) વાંકાનેર તા. ર૯: ભરૂચથી ૧૦ કિલોમીટર દુર કરમાડુ ગામની ર૦૧પમાં એક શાળાની રૂ. ર કરોડની જમીન રૂ. ર૦ લાખમાં વેચી મારવાના કૌભાંડ બાદ ગાંધીનગરની ગુજરાત રાજય વકફ ટ્રિબ્યુનલનો આદેશ કરાયો છે. જેમાં વકફ બોર્ડના અધ્યક્ષ સામે પગલા ટ્રિબ્યુનલે ભરવા હુકમ કરેલ છે હવે ગુજરાત રાજય વકફ બોર્ડના અધ્યક્ષ સજાદ હિરાને દુર કરવા રાજય સરકારતને અને કેન્દ્રની સંસ્થાને પણ ટ્રિબ્યુનલે ભલામણ કરી છે.ત્યારે અધ્યક્ષ નૈતિકતાના આધારે તેમણે રાજીનામું આપવું પડશે અથવા રૂપાણી સરકાર પગલા ભરીને નવા અધ્યક્ષ લાવી શકે છે.

જેનો અમલ ૧પ દિવસમાં કરીને અહેવાલ આપવા કહેવાયું છે. ટ્રિબ્યુનલમાં અધ્યક્ષ તરીકે એ.આઇ. શેખ સભ્ય છે અને સભ્ય તરીકે રીઝવાન કાદરી છે જયારે એક સભ્ય યુ. એ. પટેલ કેટલીક બાબતોમાં સાથે સંમત ન હતા તેની પાછળ કોઇ કારણો હોઇ શકે.

વકફ અધિનિયમ (સુધારો) ર૦૧૩માં કાયદા પ્રમાણે વકફ બોર્ડની કોઇપણ જમીન મકાન વેચી શકાતી નથી કાયદાની ઉપરવટ જઇને કાયદાના ભંગ કરીને વફક બોર્ડના પ્રમુખ ત્થા સભ્યોએ જમીન વેચવાની મંજુરી પણ આપી દેવામાં આવી હતી તે જમીનનો કબજો પરત લેવા માટે ર૦૧૬માં ગુજરાત સરકારે આદેશો આપ્યા હતા તેઓ આરોપ પણ લગાવાયો છે.

ધાર્મિક મિલ્કતોના રક્ષણ કરવાની જવાબદારી વકફ બોર્ડની છતાં ભાજપના નેતાઓએ તે જમીન વેચવા વકફ બોર્ડ દ્વારા મંજુરી આપી દેવાયેલ ભાજપના ટોચના નેતાઓના ખાસ વ્યકિતએ હોવાનું પણ જાણવા મળે છે તેથી વકફ બોર્ડના તે જવાબદાર હોદેદારો દુર કરવાનો આદેશ આપવા આવ્યો છે તેમની સામે પગલા ભરવાનું કહેવાયું છે વકફ બોર્ડના ૯ ટ્રસ્ટીઓને ભવિષ્ય માટે બીજા કોઇ ટ્રસ્ટમાં ન લેવા માટે પણ આદેશ કરાયો છે. જેમાં જમીનો પચાવી પાડતા ભુમાફિયાઓ સામે પગલા ભરવા આવ્યા છે આ તમામ પગલા ૧પ દિવસમાંજ લેવા જણાવાયું છે. પંચાયત તાલુકા વિકાસ અધિકારી અને કલેકટર દ્વારા આ જમીનના ઉર બનેલ બંગલા અને મકાનો તોડી પાડીને જમીન ખુલી કરીને ટ્રસ્ટને સોંપવા આદેશ કરાયો છે ટ્રસ્ટની ૪૪પર ચોરસ મીટર જમીન વકફની માલીકીની હોવા છતાં અંજુમને હિફજીલ ઇસ્લામના નામની મિલ્કત એનએ કરીને મંજુરી અબ્દુલ્લા ઉમરજી પટેલે માંગી હતી વેચવા માટે પવરાનગી માંગવામાં આવી હોવાનો આક્ષેપ છે મંજુરી વગર પ્લોટ રૂ. ર૦ લાખમાં વેચી નાખવામાં આવ્યો છે રૂ. પ૦ના ફુટનો ભાવ થાય છે જેના આધારે તેના પર ૩૭ બંગલા બની ગયા છે. બે પ્લોટો સામાન્ય વપરાશ માટે રાખવામાં આવ્યા છે ટ્રસ્ટમાં ગેરરીતી થઇ છે આજે આ જમીનની કિંમત રૂ. બે કરોડથી વધુ વેચાણ કરવાનો ઠરાવ પણ રદ કરવામાં આવયો હતો તેમ જણાવાયું છે. આ જમીન કૌભાંડમાં અન્જાુમને હિરઝુલ ઇસ્લામની ભરૂચમાં ઇમરાન ભીલા અને મહમદ સીંધીની કારોબારી તરીકે નિમણુંક કરી હતી તેમાં તમામ ટ્રસ્ટીઓને પદ પરથી હાંકી કાઢવામાં આવ્યા છે આ ગંભીર બાબત એ છે આ જમીન વેચીને સામે સરકારરીની પડતર જમીન આશરે ૧૪૧ર ચોરસ મીટર જમીન ટ્રસ્ટીઓએ વેચાતી લીધી હોવાનું સામે આવ્યું છે.

ઉપરાંત જમીન ગેરરીતીના પડઘા હવે ગુજરાતભરમાં પડશે ધાર્મીક ટ્રસ્ટની મિલ્કતો દબાણકર્તાના અનેક કેસો આ વકફ ટ્રીબ્યુનલમાં હાલ ચાલુ છે તેમ વકફ બોર્ડના સભ્યોની સંડોવણી બહાર આવશે.

(11:56 am IST)