Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

લીંબડીની હોસ્પિટલમાં વીજળી ગુલ દર્દીઓ રઝળી પડયા

શોટસર્કિટના ડાયાલીસીસ વિભાગમાં ભારે હાલાકી વેઠવી પડી

વઢવાણ, તા.૨૯: સુરેન્દ્રનગરની લીંબડી સરકારી હોસ્પીટલમાં સુવિધાના અભાવે દર્દીઓને યોગ્ય સારવાર ન મળતી હોવાની ફરિયાદો ઉઠવા પામી છે તેમજ તંત્રની બેદરકારીને કારણે દર્દીઓને સહન કરવાનો વારો આવી રહ્યો છે ત્યારે ડાયાલીસીસ વિભાગમાં અચાનક વિજળી ગુલ થઈ જતાં દર્દીઓેને હાલાકી પડતાં રોષ જોવા મળ્યો હતો.

સરકાર દ્વારા અતિઆધુનિક તમામ સુવિધાઓ સાથે ડાયાલીસીસ વોર્ડ બનાવવામાં આવ્યો છે જેમાં મોટી સંખ્યામાં ડાયાલીસીસના દર્દીઓ સારવાર અર્થે આવે છે ત્યારે અચાનક વિજળી ગુલ થઈ જતાં દર્દીઓને હાલાકી પડી હતી.

અને થોડી મીનીટો માટે વિજળી વગર રજળવાનો વારો આવ્યો હતો. ડાયાલીસીસ વિભાગના અધિકારીઓ સહિત ડોકટર અને હોસ્પીટલના સત્ત્।ાધીશો આવી પહોંચ્યા હતાં અને વિજતંત્ર સાથે સંકલન કરી ફરી વિજપુરવઠો શરૂ કરાવ્યો હતો જયારે પ્રાથમિક તપાસમાં શોટ સર્કિટના કારણે વિજળી ગુલ થઈ હોવાનું બહાર આવ્યું હતું.

(11:52 am IST)