Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

નાતાલની રજામાં સોમનાથમાં પાંચ દિ'માં ૭પ હજાર પ્રવાસીઓ ઉમટયા

(મીનાક્ષી-ભાસ્કર વૈદ્ય દ્વારા) પ્રભાસ પાટણ તા. ર૯ :.. સોમનાથ મહાદેવ મંદિરે દર્શન-પૂજન અને પર્યટન અર્થે નાતાલના તહેવારોની રજાઓમાં પર્યટકોનો ભારે પ્રવાહ ઉમટયો છે.

સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડા કહે છે 'નાતાલની રજાઓ અને લાંબા સમયની મંદી બાદ સોમનાથ ખાતે પ્રવાસીઓની સારી અવરજવર વધી છે, તા. ર૪ મીની સાંજથી જ શરૂ થયેલા આ પ્રવાહ આજ ર૮ તારીખ રાત્રી સુધીમાં ૭૦ થી ૭પ હજાર દર્શનાર્થીઓ સોમનાથ દર્શન કરી ચૂકયાં હશે.'

ટ્રસ્ટના બધાય અતિથીગૃહો નેવું ટકા જેટલા હાઉસફુલ છે ટ્રસ્ટ સંચાલિત મંદિરમાં દર્શાવાતા લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં પણ યાત્રિકોનો ભારે ઘસારો રહે છે. જેથી જરૂર પડયે બે શો  કરવાની સુચના તે વિભાગના સંચાલકને આપી દેવાઇ છે.

મંદિર દર્શન માટે વિનામુલ્યે પાસ પ્રથા ઓનલાઇન અને ઓફ લાઇન કાર્યરત છે અને આ તહેવારમાં ભારી સંખ્યામાં યાત્રિકો આવતા હોય છે જેથી જયારે જયારે ભીડ વધે છે. ત્યારે - ત્યારે મંદિર પરિસર એન્ટ્રીગેટ થી યાત્રિકોને ટ્રસ્ટે નિયત કરેલ સમય પત્રકમાં સવારે ૧૧-૩૦ થી ૧ર-૩૦ અને સાંજે ૬-૩૦ થી ૭-૩૦ પરિસર સુધી પ્રવેશ બંધ રખાયેલ જે ભારી ભીડની વ્યવસ્થા રૂપે  દર્શનાર્થીઓને એન્ટ્રીગેટથી દિગ્વીજય દ્વાર સુધી વિશાળ જગ્યામાં આરતી ચાલુ હોય ત્યાં સુધી મંદિરમાં પ્રવેશ નહીં પરંતુ વિશાળ પરિસરમાં પ્રવેશ આપી સુચારૂ વ્યવસ્થા ગોઠવાતી રહે છે.

નાતાલના દિવસોમાં સોમનાથ આવેલા ભાવિકો-પ્રવાસીઓ મહાત્મા ગાંધીજીને લગતા પ્રર્દશન નિહાળી શકે તે માટે તસ્વીર પ્રદર્શન ગુજરાત ટુરીઝમ તરફથી અને આત્મા પ્રોજેકટ તરફથી ઓર્ગેનીક ખેતપેદાશ ઉત્પન વસ્તુઓના વેચાણના સ્ટોલો મંદિર પાસે રખાયેલ છે.

પ્રવાસીઓ દરિયા કિનારે, પવિત્ર ત્રિવેણી સંગમ, રામ મંદિર, ભાલકા મંદિર ફરી રજાઓનો આનંદ માણે છે અને લાંબા સમયની મંદી પછી ધંધા-રોજગારમાં રાહત મળી છે. તા. ર૩ ડીસે. સુધી સમગ્ર માસમાં ૧ લાખ ૭૩ હજાર લોકોએ શિવ દર્શન કરી ધન્ય બન્યા. પછીની તારીખોના દર્શનાર્થીઓ સંખ્યા વિગત નીચે મુજબ છે.

ડીસેમ્બર-ર૦, તા. ર૪-૧ર ૭૮૯૮, તા. રપ-૧ર ૧૪૯૬૯, તારીખ ર૬-૧ર-ર૦૬ર૬, તારીખ ર૭-૧ર- ર૦૮ર૭ અને તારીખ ર૮-૧ર રાત્રીના દસ સુધીમાં અંદાજે ૧૩ હજાર દર્શનાર્થીઓ દર્શન કરશે.

દર્શનાર્થીઓની સંખ્યા માપવા માટે ટ્રસ્ટ દર્શન એન્ટ્રી - બુકીંગ પાસ ઇસ્યુ, ઓનલાઇન બુકીંગ પાસ ઇસ્યુ જેમાં દર્શન જનારની સંખ્યા હોય છે.

તદઉપરાંત દિગ્વીજય દ્વાર કે જે મંદિરમાં પ્રવેશવાનું મુખ્ય દ્વાર છે. ત્યાં સેન્સર લગાવેલ છે તેમાં પણ ગણતરી નોંધાય છે તો એન્ટ્રી ચેકીંગ પોસ્ટ ખાતે તાપમાન ચેકીંગ સાથે સંખ્યા પણ નોંધાય છે.

(11:52 am IST)