Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

૬ વર્ષની બાળા સાથે અડપલા કરતા પ૦ વર્ષના ઢગો પકડાયો

ભાવનગર, તા., ર૯:  ભાવનગરમાં છ વર્ષની માસુમબાળા સાથે પ૦ વર્ષના ઢગાએ અડપલા કરતા લોકોએ આ શખ્સને પકડી પોલીસને સોંપ્યો હતો.

વિગતો મુજબ શહેરની શાક માર્કેટ પાસે પથીકાશ્રમની નજીક પ્રકાશ ઇશ્વરભાઇ ગઢવી (ઉ.વ.પ૦) નામના શખ્સે છ વર્ષની એક માસુમ બાળાને પોતાના ખોળામાં બેસાડી શારીરીક અડપલા કરી જાતીય સતામણી કરતા આ બાળકીએ ડરી જઇ દેકારો કરતા આજુબાજુથી લોકો એકઠા થઇ ગયા હતા   અને આ વિકૃત શખ્સને ઝડપી લઇ પોલીસને સુપ્રત કર્યો હતો. આ બનાવ અંગે ભોગ બનનાર બાળાના પિતાએ પ્રકાશ વિરૂધ્ધ સી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ બનાવથી શખ્સ સામે ફિટકારની લાગણી ફેલાઇ ગઇ હતી

(11:51 am IST)