Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

મેઘાણીના જન્મસંગાથી બંધુ-બેલડી પુત્રો સ્વ.નાનકભાઇ અને મસ્તાનભાઇનો ૮૯નો જન્મદિન

ચોટીલા ખાતે વંચિત જરૂરિયાતમંદ પરિવારોને અનાજ કીટનું વિતરણ

અમદાવાદ,તા. ૨૯: રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના જન્મસંગાથી બંધુ-બેલડી પુત્રો સ્વ. નાનકભાઈ અને મસ્તાનભાઈનો ૮૯ના જન્મદિવસ. ૨૯ ડીસેમ્બર ૧૯૩૧દ્ગક્ન રોજ ભાવનગર ખાતે જોડીયા ભાઈઓનો જન્મ થયો હતો. ગાંધી-મૂલ્યો-વિચારોને વરેલા, આજીવન ખાદીધારી, સાદગીભર્યું-સાત્વિક જીવન જીવનાર, ઉત્ત્।મ પુસ્તકો યુવા પેઢી સુધી પહોચે તે માટે આજીવન કાર્યશીલ, 'સાહિત્ય-મિલાપ'-'ગ્રંથાગાર'ના સ્થાપક સ્વ. નાનકભાઈ મેઘાણીનું ૨૦ જૂલાઈ ૨૦૧૪ના રોજ ૮૩ વર્ષની વયે અમદાવાદ મુકામે નિધન થયું છે. ડેરી ટેકનોલોજીના નિષ્ણાંત મસ્તાનભાઈ મેઘાણી વડોદરા ખાતે નિવૃત્ત્। જીવન વિતાવે છે.

આ નિમિત્ત્।ે પિનાકી નાનકભાઈ મેઘાણી દ્વારા સ્થાપિત 'ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન' દ્વારા ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે વંચિત-જરૂરિયાતમંદ પરિવારોને અનાજ-કરિયાણાની કીટનું વિતરણ કરાયું હતું. વંચિત સમાજનાં બાળકોને બિસ્કીટ-નાસ્તો પણ અપાયાં હતાં. પિનાકી મેઘાણી, ચોટીલા એજયુકેશન એન્ડ ચેરિટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા) અને મહિપતસિંહ વાઘેલા, ડો. ગોધાણી, ડો. અરવિંદ ડાભી, શિક્ષણ જગતમાંથી કિરતારસિંહ પરમાર, ઉગ્રસેનસિંહ ગોહિલ, ભરતસિંહ ડાભી અને મનુભાઈ ગોહિલ, કાઠી સમાજના વાઘુભાઈ ખવડ, ચોટીલા સરકારી તાલુકા પુસ્તકાલયના અનિશભાઈ લાલાણી, કિરણબેન મેણીયા ઉપસ્થિત રહ્યાં હતાં. ૦૪ ડીસેમ્બર ૨૦૨૦ના રોજ અવસાન પામેલા ઝવેરચંદ મેઘાણીના પુત્ર, મેઘાણી-ટાગોર-સાહિત્યના અભ્યાસુ, લેખક, સંપાદક, અનુવાદક, પ્રકાશક, પુસ્તક-પ્રસારક અને 'પ્રસાર'ના સ્થાપક સ્વ. જયંતભાઈ મેઘાણીને પણ સહુએ શ્રધ્ધાસુમન અર્પણ કર્યા હતા.   

કડીમાં અભ્યાસ કરતા બેલડા-ભાઈઓ નાનકભાઈ-મસ્તાનભાઈને સોળમું વર્ષ બેઠું તે નિમિત્ત્।ે ૧૮ ડીસેમ્બર ૧૯૪૬ના રોજ પ્રેમાળ પિતા ઝવેરચંદ મેઘાણીએ હ્રદયસ્પર્શી પત્ર લખેલો : 'તમે ફકત ભાઈઓ નથી, મિત્રો છો, જન્મસંગાથીઓ છો, એકબીજાના પૂરક છો, એક જ પંથના તીર્થ-યાત્રીઓ છો. શરીરે જુદા છતાં એકરસ અને એકરૂપ છો એમ માનજો.' જોડીયા-ભાઈઓ માંડ એકાદ વર્ષનાં હતા ત્યારે માતા દમયંતીબેનનું નિધન થયું હતું.

પોતાનાં દરેક સંતાનનાં જન્મદિવસે, વર્ષ દરમિયાન પ્રકાશિત થયેલાં પોતાના પુસ્તકો, ઝવેરચંદ મેઘાણી તેમને ભેટ આપતા. દરેક પુસ્તકમાં સંતાન પર લાગણીભર્યો સંદેશો લખીને નીચે પોતાની સહી કરે. સંતાનો પણ પોતાના જન્મદિવસે 'બાપુજી'ની આ મહામૂલી ભેટની આતુરતાપૂર્વક રાહ જોતા. પોતાના એક જન્મદિવસે નાનકભાઈ-મસ્તાનભાઈ 'બાપુજી'ને વ્હાલથી ભેટ્યા અને ચરણ-સ્પર્શ કરીને આશીર્વાદ મેળવ્યા. ભેટ-પુસ્તકોમાં 'લિ. ઝવેરચંદ' તરીકે પિતા સહી કરવા જતા હતા, ત્યાં જ બન્ને ભાઈઓ કહે : 'બાપુજી, ઝવેરચંદ તરીકે સહી કેમ ?'  પ્રેમાળ પિતા તરત જ પોતાના વ્હાલા પુત્રોની લાગણી પામી ગયા અને 'બાપુજી' તરીકે સહી કરી.

(11:51 am IST)