Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ચોટીલામાં રૂ. ૪૦માં ડોલરનાં વેચાણમાં ૩.૫ લાખની છેતરપીંડી કરનાર પોલીસનાં સાણસામાં

(હેમલ શાહ દ્વારા)ચોટીલા તા.૨૯: ચોટીલા હાઇવે ઉપર સસ્તામાં ડોલર ની છેતરપીંડી આચરનાર ને પોલીસે ટ્રેપ ગોઠવી ૧૯૮ ડોલર સાથે ઝડપી પાડેલ છે.

પ્રાપ્ત માહિતી મુજબ ગત તા. ૨/૧૧ નાં અમદાવાદ નવા વાડજ ખાતે રહેતા જીગરકુમાર પુનમચંદ પરમાર ને વિછીયા નાં થોરળીયા ગામનો અમૃતભાઇ દેવશીભાઇ રાજપરા અને એક અજાણ્યા શખ્સે લાલચમાં નાખી રૂ. ૪૦માં એક ડોલર વેચાણનું કહી ૧૦ હજાર ડોલરની લેતીદેતી માટે ચોટીલા હાઇવેના બસસ્ટોપ પાસે બોલાવી ૩.૫ લાખ લઇ ને દશ હજાર ડોલરની બદલે ૨૮૮ ડોલર આપી ચીટિંગ કરેલ હતું પછી આ રકમ પરત જોઈતી હોય તો એક મુર્ગો ગોતી આપવાનું જણાવી તેની સાથે ચોટીલા તા. ૨૭/૧૨નાં આવવાનું કહેતા ફરુયાદીએ પીઆઇ બી. કે પટેલ ને હકિકત જણાવતા પોલીસે ગોઠવેલ ટ્રેપમાં આરોપી અમૃત રાજપરા ૧૯૮ ડોલર અને મોબાઇલ સાથે આબાદ ઝડપાઇ ગયેલ છે.છેતરપિંડીનો ભોગબનનાર ની ફરીયાદ લઈ આરોપીની ધરપકડ કરી સસ્તામાં ડોલર વેચાણની લાલચમાં કેટલા લોકોને ભોગ બનાવ્યા છે તેમજ અન્ય કોણ કોણ લોકો આ ગોરખ ધંધામાં સંકળાયેલા છે તે અંગે તપાસ હાથ ધરેલ છે.

અલંગ શિપમાં મજુરી કામ કરતા ડોલર મળેલ છે તેથી સસ્તામાં વેચી દે છે, તેમ કહી અન્ય વ્યકિત ગ્રાહક શોધે તેને એક નોટ ખાત્રી માટે આપી વિશ્વાસ કેળવે પછી જોઇતા હોય તે મુજબ સોદો થાય, આપ લે નું સ્થળ સમય જણાવી બોલાવી આવુ કરતા હજુ આ બીજી ટ્રાય હતી

૧૦૦ ડોલર ની બે નોટો વચ્ચે એક ડોલરની નોટો રાખી ૧૦૦ ડોલરની થપ્પી બતાવી દ્રષ્ટીભેદ કરતા ખરીદનાર રૂપિયા આપે પછી ડોલરની થપ્પી પકડાવી નિકળી જવાનું આ બીજી વખત પ્રયાસ હતો પણ પોલીસે પકડી લીધોઆ પ્રકારની મોડસ ઓપરેન્ડી ના કેટલા ગૂનાઓ ગુજરાત સૌરાષ્ટ્રમાં બનેલ છે? પકડાયેલ શખ્સ સાથે અન્યો કોણ છે? કેટલા લોકો સાથે આવું ચીટિંગ કર્યુ છે? પકડાયેલ વિદેશી ચલણ કયાંથી આવ્યુ છે? રાજય વ્યાપી નેટવર્કની આશંકા સાથે તપાસ પીએસઆઇ ગોસાઇ ને સોપવામાં આવેલ છે.

(11:50 am IST)