Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

જામનગર -મોરબી પોલી ટેકનીક કોલેજમાં રાષ્ટ્રીય મેથેમેટીકસ દીનની ઉજવણી

રાજકોટ : આધુનિક કાળના ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનનો જન્મ ૨૨ ડિસેમ્બર ૧૮૮૭ના રોજ થયો હતો. રામાનુજનને ગણિતની કોઇ ખાસ તાલીમ મળેલ ન હોવા છતાં તેમણે ગણિતમાં ખાસ યોગદાન આપ્યું હતું. આ મહાન ગણિતશાસ્ત્રીની યાદમાં ૧૧ ડિસેમ્બરને વર્ષ ૨૦૧૨થી ભારતમાં નેશનલ મેથેમેટીકસ ડે તરીકે ઉજવાય રહ્યો છે. જે અન્વેય સરકાર પોલીટેકનિક જામનગરએ પણ શ્રીનિવાસ રામાનુજનની યાદમાં ઉજવાતા નેશનલ મેથેમેટીકસ ડેની ઉજવણી તા. ૨૧ ડિસેમ્બર અને ૨૨ ડિસેમ્બર દરમ્યાન ઓનલાઇન માધ્યમથી કરી હતી.

 સરકારી પોલીટેકનિક જામનગર અને એલ.ઇ. કોલેજ મોરબી (ડિપ્લોમા)ના સંયુકત ઉપક્રમે વિદ્યાર્થી માટે ''(ગણિત શિક્ષણના કેટલાક પડાવો) વિષય તા. ૨૧ અને તા.૨૨ના રોજ ઓનલાઇન એકસ્પર્ટ લેકચરનું આયોજન થયું હતું. Expert તરીકે IITRAM અમદાવાદના ગણિતશાસ્ત્રના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો.ગૌતમ જી.બોરિસાગરએ પોતાની સેવા આપી હતી. પ્રો.ગૌતમે ખૂબ જ રસપ્રદ રીતે ગણિતના ઘણા ખ્યાલોની છણાવટ કરી હતી. વિદ્યાર્થીઓને ગણિતમાં પડતી મુશ્કેલીઓ અંગે પોતાના ખ્યાલો રજુ કરીને ખૂબ સુંદર માર્ગદર્શન આપ્યું હતું. વિવિધ કોલેજના ૪૬૦ કરતા વધુ વિદ્યાર્થીઓ અને વ્યાખ્યાતોએ માઇક્રોસોફટ ટીમ અને યુ-ટયુબના માધ્યમથી આ ઓનલાઇન એકસ્પર્ટ લેકચરનો લાભ લીધો હતો. વિદ્યાર્થીને લાભ કરતાં આ લોકભોગ્ય કાર્યક્રમને સફળ બનાવવા માટે સરકારી પોલીટેકનિક જામનગર અને એલ.ઇ.કોલેજ મોરબી (ડિપ્લોમા) ના સર્વે સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.

(11:49 am IST)