Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ગોંડલમાં યુવા અગ્રણી જયોતિરાદિત્યસિંહના જન્મદિને શુક્રવારે થેલેસેમીયા પીડિત બાળકોના લાભાર્થે રકતદાન કેમ્પ

પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા અને ધારાસભ્ય ગીતાબેન જાડેજાના પુત્ર દ્વારા સેવાનો ધ્યેય

ગોંડલ તા.ર૯ :  ગોંડલ નાં પુર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા તથાં વર્તમાન ધારાસભ્ય ગીતાબાનાં પુત્ર જયોતિરાદિત્યસિંહ  (ગણેશભાઇ)નાં જન્મ દિવસ તા.૧ જાન્યુઆરીનાં નવા માર્કેટ યાર્ડ ખાતે મહા રકતદાન કેમ્પ નું આયોજન યુવા ભાજપ દ્વારા કરાયું છે.

રકતદાન કેમ્પ માં એકત્રીત થનાર રકત થેલેસેમિયા પીડીત બાળકો ને વિનામુલ્યે પંહોચતું કરાશે.

મહા રકતદાન કેમ્પ અંગે યુવા અગ્રણી જયોતિરાદિત્યસિંહે જણાવ્યું કે કોરોના ની દ્યાતક મહામારી અને લોકડાઉન વચ્ચે બ્લડબેંકો પાસે લોહી ની ભારે અછત સર્જાઇ હોય જરુરીયાતમંદ દર્દી ઓ ની હાલત દયનીય બની હતી.ખાસ કરીને થેલેસેમિયા પીડીત બાળકો ની પરિસ્થિતિ અસહ્ય બની હતી.એક બે બનાવ માં પિડીત દર્દીઓ માટે લોહી શોધવાં દોડધામ કરવી પડી હતી.ત્યારે એ નક્કી કર્યુ કે લોહી ની અછત અંગે નક્કર આયોજન કરવું.મારા વિચાર ને યુવા ભાજપ ની ટીમે વધાવી લઇ મારાં જન્મ દિવસ નિમિત્ત્।ે મહા રકતદાન કેમ્પ નું આયોજન કરાયું છે.ગોંડલ પંથકમાં અનેક બાળકો થેલેસેમિયા થી પીડીત છે.વારંવાર રકત ની જરુરીયાત ને કારણે પરીવાર લાચારી અનુભવે છે.ત્યાંરે રકતદાન કેમ્પ માં એકત્રીત થનાર રકત થેલેસેમિયા પીડીત બાળકો ને પંહોચતું કરાશે.ઉપરાંત પ્રસુતા મહીલાઓ કે જરુરીયાતમંદ ની પણ સેવા અપાશે.મારો જન્મ દિવસ અનેક ની જીંદગી બનવાં નિમિત્ત્। બનશે એથી વધું ખુશી કોઈ હોઈ નાં શકે. મહા રકતદાન કેમ્પ ને લઇને રકતદાતાઓ માં  ઉત્સાહ નો માહોલ છવાયો છે.ગોંડલ પંથકમાં ઠેરઠેર મિટીંગો નાં આયોજન સાથે રકતદાન અંગે અપીલ કરાઇ છે.

તા.૧ જાન્યુઆરી નાં સવાર થી સાંજ સુધી કેમ્પ કાર્યરત રહેશે.

કેમ્પ ને સફળ બનાવવા શહેર યુવા ભાજપ પ્રમુખ સમીર કોટડીયા,તાલુકા પ્રમુખ યોગેશકિયાડા,જયદિપસિહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ જાડેજા સહીત યુવા ભાજપ ટીમ ઉપરાંત ભાજપ આગેવાનો પ્રફુલભાઈ ટોળીયા,જીલ્લા ભાજપ મંત્રી અલ્પેશ ઢોલરીયા,ભાજપ પ્રમુખ ચંદુભાઇ દુધાત્રા,અશોકભાઈ પીપળીયા, રાજેન્દ્રસિંહ જાડેજા, પૃથ્વીસિંહ જાડેજા,યાર્ડ નાં ચેરમેન ગોપાલભાઇ શિંગાળા,કનકસિંહ જાડેજા તથાં  કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.મહા રકતદાન કેમ્પમાં યુવા અગ્રણી જયોતિરાદિત્યસિંહ ની રકત તુલા પણ યોજાશે.

(11:48 am IST)