Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ધોરાજીમાં કોંગ્રેસ-ભાજપના કટ્ટર હરીફ એક મંચ પર

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૨૯ : સ્ટેશન રોડ ઉપર વિઠ્ઠલભાઈ રાદડિયા રોડ ના નામકરણ વિધિ સમારોહ માં રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા અને કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા જેઓ બંને કટ્ટર વિરોધી તરીકે છાપ ધરાવતા હતા પરંતુ રોડ નામકરણ વિધિ સમારોહ માં કોંગ્રેસ દ્વારા સંચાલિત નગરપાલિકાએ આયોજન કરતા અને  આ માર્ગનું નામ વિઠ્ઠલભાઈ રાદડિયા રાખવામાં આવતા બંને કોંગ્રેસ અને ભાજપના હરીફ જૂથ ના આગેવાનો એક મંચ ઉપર અડધો કલાક સુધી ચર્ચાઓ ગુફતેગુ કરતા લોકોમાં પણ ભારે ચર્ચા વ્યાપી ગઇ હતી કે સામા દુશ્મન ગણાતા કોંગ્રેસ અને ભાજપના ધુરંધર નેતાઓ એક સાથે બેસીને હસ્તધનુન સાથે ચર્ચાઓ કરતા ભારે ચર્ચા વ્યાપી ગઈ હતી શું લલિતભાઈ ભાજપમાં આવે છે ....? તેવી પણ ચર્ચાઓ એ દોર પકડ્યો હતો

(11:46 am IST)