Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ધોરાજી સ્ટેશન રોડ હવેથી વિઠ્ઠલભાઇ રાદડિયા રોડ તરીકે ઓળખાશે

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી તા.૨૯ : સ્ટેશન રોડનગરપાલિકા દ્વારા સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા માર્ગ નું નામ સભામાં ઠરાવ કરતાં આજરોજ રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા ધારાસભ્ય લલીતભાઈ વસોયા વગેરેની હાજરીમાં સ્વ. વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગને ખુલ્લો મુકવામાં આવ્યો હતો

આ પ્રસંગે રાજયના કેબિનેટ મંત્રી જયેશભાઇ રાદડિયાએ સ્વ. વિઠ્ઠલભાઈ રાદડીયા માર્ગ ખૂલ્લો મૂકતા જણાવેલ કે આજે મારા પપ્પા હયાત નથી પરંતુ તેમની રાજકીય કારકિર્દી ધોરાજીમાં થી શરૂ થઇ છે અને એ ધોરાજી એ આજે મારા પિતાશ્રી સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગ નું નામકરણ ધોરાજી નગરપાલિકા એ કરતા હું તેમની સેવા કાર્યો અને ધોરાજી નગરપાલિકા એ જે નોંધ લીધી છે તે બાબતે હું સૌનો આભાર માનું છું

ધોરાજીના કોંગ્રેસના ધારાસભ્ય લલિત વસોયા એ જણાવેલ કે વિઠ્ઠલભાઈ રાદડિયા સૌના માર્ગદર્શક હતા અને આજે તેઓ હયાત નથી પરંતુ ધોરાજી નગરપાલિકાએ ધોરાજીના સ્ટેશન રોડ નું નવું નામ સ્વ વિઠ્ઠલભાઈ રાદડિયા નામકરણ કરતા તેઓને કયારેય ભૂલી શકશે નહીં અને આજે એમની સેવા ને કાયમી માટે લોકોમાં યાદ રહે તે માટે આ નામકરણ કરવામાં આવ્યું છે

ધોરાજી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ ડી એલ ભાષા એ જણાવેલ કે ધોરાજી માટે હંમેશા કાર્યરત રહી અને સમાજસેવા સાથે સાથે વિઠ્ઠલભાઈ રાદડીયાએ ધોરાજી ને કયારેય ભુલ્યા નથી જેથી તેમને યાદ માટે ધોરાજી નગરપાલિકા ના તમામ સદસ્યો ના સહકાર થી સામાન્ય સભામાં ઠરાવ કરી ધોરાજીના સ્ટેશન રોડ ને વિઠ્ઠલભાઈ રાદડિયા માર્ગ તરીકે બહુમતીથી ઠરાવ પસાર કર્યો છે જેનો અમોને આનંદ છે.

આ સાથે રાજકોટ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરીયા ધોરાજી માર્કેટિંગ યાર્ડના ચેરમેન રણછોડભાઈ કોયાણી નગરપાલિકાના પૂર્વ પ્રમુખ વી ડી પટેલ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ઉદ્યોગપતિ વિપુલભાઈ ઠેસીયા રાજકોટ ડિસ્ટ્રિકટ બેંકના ડિરેકટર કાંતિભાઈ જાગાણી હિંદુ યુવક સંદ્યના પ્રમુખ હરકિશન ભાઈ માવાણી પૂર્વ નગરપતિ કે.પી. માવાણી તાલુકા પંચાયતના રસિકભાઈ ચાવડા ભારતીય જનતા પાર્ટીના નીતિનભાઈ જાગાણી મંત્રી ભરતભાઈ બગડા વિઠ્ઠલભાઈ હિરપરા નયનભાઈ કુવાડીયા ચિરાગભાઈ વોરા ગોપાલભાઈ સલાટ ગંભીરસિંહ વાળા તેમજ ધોરાજી નગરપાલિકા ના સુધરાઈ સભ્યો ભાજપ તેમજ કોંગ્રેસના હોદ્દેદારો સામાજિક સંસ્થાના આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા.

(11:46 am IST)