Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ધોરાજીમાં સુશાસન દિવસની ઉજવણી : સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમમાં લાભાર્થીઓને સહાય વિતરણ

 ધોરાજી : ખેતીવાડી વિભાગ દ્વારા લેઉવા પટેલ સાંસ્કૃતિક ભવન ખાતે સુશાસન દિવસની ઉજવણી કરાઇ હતી. આ સમયે સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ ના અધ્યક્ષ સ્થાને રાજયના પૂર્વ મંત્રી શ્રી જશુબેન કોરાટ (પ્રદેશ ભાજપ ના ઉપાધ્યક્ષ) તેમજ ભાજપના વરિષ્ઠ અગ્રણી વી.ડી પટેલ ધોરાજીના પ્રભારી રાજશીભાઇ હુંબલ અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી કિશોરભાઈ રાઠોડ ધોરાજી શહેર ભાજપના પ્રમુખ વિનુભાઈ માથુકિયા તાલુકા ભાજપના પ્રમુખ રમણીકભાઈ મકાતી ધોરાજી વેપાર ઉદ્યોગ મહામંડળ ના પ્રમુખ લલીતભાઈ વોરા ધોરાજી શહેર ભાજપ મહામંત્રી વિજયભાઈ બાબરીયા મનીષભાઈ કંડોલીયા તાલુકા ભાજપના મહામંત્રી રાજુભાઈ ડાંગર જનકસિંહ જાડેજા મહિલા ભાજપના અગ્રણી મુકતાબેન વદ્યાસીયા જયસુખભાઇ ઠેસીયા રાજુભાઈ બાલધા નગરપાલિકાના વિરોધપક્ષનાં નેતા પરેશ વાગડીયા તેમજ ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી નાયબ મામલતદાર નંદાણીયા ભાઈ ખેતીવાડી વિભાગના અધિકારીઓ તાલુકા વિકાસ અધિકારી વિગેરે આગેવાનોની હાજરીમાં કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.આ સમયે સાત પગલાં ખેડૂત કલ્યાણ કાર્યક્રમ માં ખેડૂતોને સહાય વિતરણ કરવામાં આવેલ છત્રી જીવામૃત કીટ વિતરણ ગાય આધારિત ખેતી કરતા ખેડૂત કુટુંબને સહાય વિતરણ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના લાભાર્થીઓ ને સહાય વિતરણ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજનાના લાભાર્થીઓને પેમેન્ટ હુકમ વિતરણ ગરીબ કલ્યાણ મેળાના લાભાર્થીઓને કીટનું વિતરણ વિવિધ આગેવાનો ના વરદહસ્તે કરવામાં આવેલું હતું કાર્યક્રમનું પ્રાસંગિક ઉદબોધન ડેપ્યુટી કલેકટર ગૌતમ મિયાણી એ કરેલ તેમજ કાર્યક્રમનું સંચાલન ખેતીવાડી વિભાગના અધિકારીઓએ કરેલ હતું આભાર વિધિ તાલુકા વિકાસ અધિકારી એ કરેલી હતી.

(11:46 am IST)