Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ધી જૂનાગઢ કો.ઓપ.બેંકના ડિરેકટરની બિનહરીફ વરણી

જૂનાગઢ : ધી કોમર્શિયલ કો.ઓપરેટીવ બેંક લીમીટેડની ૫૦મી વાર્ષિક સાધારણ સભા મળી હતી. ડીજીટલી ગોઠવવામાં આવેલ આ સાધારણ સભા પહેલા મળેલ બોર્ડ ઓફ ડીરેકટર્સની મીટીંગમાં હાલના હોદ્દેદારો ચેરમેન, મેને. ડીરેકટર અને વાઇસ ચેરમેન શ્રીની મુદત પુર્ણ થતી હોય બેંકના પુર્વ ચેરમેન ડોલરભાઇ કોટેચા દ્વારા ચેરમેનપદ માટે બેંકના ડીરેકટર શ્રી ગોલ્ડ મેડાલીસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશિષભાઇ માંકડના નામની દરખાસ્ત મુકવામાં આવેલ. જે અન્ય કોઇ દાવેદારી ન આવતા બિનહરીફ ચુંટાઇ આવેલ તેમજ મેનેજીંગ ડીરેકટર તરીકે એડવોકેટ પી.ડી.ગઢવી અને વાઇસ ચેરમેન તરીકે અગ્રણી વ્યાપારી નિકેશભાઇ મશરૂના નામની દરખાસ્ત આવતા અને અન્ય કોઇ દાવેદારી ન આવતા તેઓ પણ બિનહરીફ ચુંટાઇ આવેલ. કોમર્શિયલ કો.ઓ. બેંક લી.ની આ બોર્ડ મીટીંગમાં ચેરમેન તરીકે ગોલ્ડ મેડાલીસ્ટ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ આશિષભાઇ માંકડ મેનેજીંગ ડીરેકટર તરીકે વિદ્વાન એડવોકેટ પી.ડી.ગઢવી સાહેબ અને વાઇસ ચેરમેન તરીકે અગ્રણી વ્યાપારી નિકેશભાઇ મશરૂ બિનહરીફ ચુંટાઇ આવેલ હતા. બિનહરીફ હોદ્દેદારો જાહેર કરાયા તે તસ્વીર.

(11:43 am IST)