Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

રહિજથી દ્વારકા ૧૫મી પદયાત્રા

જૂનાગઢ : છેલ્લા ૧૫ વર્ષથી રહિજથી દ્વારકા સુધીની પદયાત્રા યોજાય છે. ભગવાન શ્રીકૃષ્ણ પરમાત્માના ભજન, કિર્તન અને ધૂન બોલતા બોલતા લગભગ ૩૫૦ થી ૪૦૦ ભકતો પગે ચાલીને દ્વારકા જાય છે. આખા જગતના ગુરૂ એવા ભગવાન મુરલીધરને શીશ નમાવવા, પોતાની કૃષ્ણ પ્રત્યેની ભકિત અને કાનુડા તણો અનહદ પ્રેમ અને ભકિતભાવ સાથે આ પદયાત્રા સંઘ રહિજ થી નિકળે છે છેક દ્વારકા સુધી તમામ ગામના લોકો આ સંઘની સાથે રહેલા રથ કે જેમાં ભગવાન શ્રીકૃષ્ણની મુર્તિ પણ રાખેલ છે તે મુર્તિના દર્શન અને સ્વાગત કરે છે તેમજ આ સંઘને પદયાત્રીકોને રોકી અને તેમની સાથે ભજન કિર્તન કરે છે. આ રથમાં અખંડ જયોત રહે છે જે દ્વારકા સુધી રહે છે. આપણા પુરાણોમાં અનેક ભકિતનું વર્ણન છે. પરંતુ ભગવાન કૃષ્ણને ગમતી નવોધા ભકિત કે જેમાં નામ જપવાનુ મહત્વ છે એમ ભગવાન કૃષ્ણનું નામ બોલતા અને તેમનું સ્મરણ કરતા આ પદયાત્રીઓમાં દ્વારકા જવાનો અનેરો ઉત્સાહ જોવા મળે છે. આવા ભગીરથ સેવાકીય કાર્યને સફળ બનાવવા માટે સેવક માલદેભાઇ જીણાભાઇ રામ, ભીમભાઇ રામ, જગમાલભાઇ કે.રામ, માલદેભાઇ માજી સરપંચશ્રી, કાનભાઇ જમાદા, મસરીભાઇ કામરીયા બહેનોના વિભાગમાં વાલીબેન વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. કોરોના મહામારીમાં સરકારના નિયમ મુજબ પદયાત્રાનો પ્રારંભ થયો તે તસ્વીર.

(11:43 am IST)