Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

સુરેન્દ્રનગર પરેડ ગ્રાઉન્ડ રોડ પર ૧૦થી વધુ વૃક્ષોનું નિકંદન

સુરેન્દ્રનગર તા.૨૯ : મુજબ સરકાર દ્વારા સમગ્ર રાજય સાથે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ પર્યાવરણનું સમતુલન જળવાય રહે તે માટે વધુ વૃક્ષો વાવવા માટે આહવાન કરવામાં આવી રહ્યું છે ત્યારે બીજી બાજુ શહેરના જવાહર પોલીસ પરેડ ગ્રાઉન્ડના પટાંગણમાં વાવેલ વર્ષો જુના દ્યટાદાર અંદાજે ૧૦ જેટલાં વૃક્ષોનું નિકંદન કરવામાં આવતાં પર્યાવરણ પ્રેમીઓમાં રોષ જોવા મળ્યો હતો છેલ્લા દ્યણા સમયથી આ વૃક્ષો વાવેલા તેમજ દ્યટાદાર હોય લોકોને છાંયો તેમજ પર્યાવરણની સમતુલના જાળવવામાં મદદરૂપ થતાં હતાં.

પરંતુ કોઈપણ કારણ વગર વૃક્ષોનું નિકંદન કરાતા અનેક ચર્ચાઓ વહેતી થવાં લાગી હતી જયારે લોકમુખે થતી ચર્ચા મુજબ તાજેતરમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે બાસ્કેટ બોલ તેમજ ટેબલ ટેનીસ સહિતના ગ્રાઉન્ડનું લાખોના ખર્ચે લોકાર્પણ કરવામાં આવ્યું હતું ત્યારે આ ગ્રાઉન્ડની આસપાસ આવેલ વૃક્ષોનું નિકંદન કરાતા લોકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. જયારે આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીનો ટેલીફોનીક સંપર્ક કરતાં વૃક્ષોની ડાળીઓ વિજલાઈનને અડતી હોય ગમે ત્યારે જાનહાની થવાની શકયતાઓને ધ્યાને લઈ માત્ર નડતરરૂપ ડાળીઓ કાપવાની જ સુચનાઓ આપી હોવાનું જણાવ્યું હતું જો કે થડ સુધી ઘટાદાર વૃક્ષો કાપી નાંખતાં અનેક ચર્ચાઓ પણ વહેતી થઈ હતી.

(11:42 am IST)