Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ઝાલાવાડ ક્ષત્રિય સમાજ અને કરણીસેના સુરેન્દ્રનગર દ્વારા ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું સફળ આયોજન

વઢવાણ : ઝાલાવાડ ક્ષત્રીય સમાજ અને કરણીસેના સુરેન્દ્રનગર દ્વારા ૮ વર્ષીક ઓપન ગુજરાત ક્રિકેટ ટુર્નામેન્ટ મેચનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં સોરાષ્ટ, કરછ, ભાવનગર, જામનગર, રાજકોટ સહિત રાજયભરની ૩૨ ટીમોએ ભાગ લીધો હતો. જેમાં આ ક્રિકેટ ટૂર્નામેન્ટ મેચ રાજયભરના ક્ષત્રિય સમાજના યુવાનો આ ક્રિકેટ ટૂર્નામેન્ટમેચમા ભાગ લીધો હતો.જેમા સમાજ એકતા ,યુવાનો રમત-ગમત ક્ષેત્રે આગળ વધે તેમજ સમાજ એકતા જળવાઈ રહે તે માટે ખાસ આયોજન કરવામાં આવ્યું હતું.

આ ટુર્નામેન્ટ માં વિજેતા બનનાર ને ઇનામો આપવા માં આવ્યા હતા.

મેન ઓફ ધ મેચ.. બાલકૃષ્ણસિંહ જાડેજા.. ૩ ઓવર ૯ રન આપીને ૩ વિકેટ ઝડપી હતી શિવ શકિત ઇલેવન રાજકોટ મેન ઓફ ધ સિરીઝ ૫૯ રન ૧૦ વિકેટ ઝડપી હતી.વિરેન્દ્રસિંહ વાદ્યેલા શિવ શકિત ઇલેવન રાજકોટ બેસ્ટ બોલર યુવરાજ સિંહ ઝાલા ૧૧ વિકેટ ઝડપી હતી જય ઝાલાવાડ ઇલેવન સુરેદ્રનગર બેસ્ટ બેટ્સમેન બ્રીજરાજસિંહ ચુડાસમા ૧૭૩ રન જેમા એક શતક જય ઝાલાવાડ સુરેન્દ્રનગર બેસ્ટ ફિલ્ડર ક્રિપાલસિંહ ઝાલા.(જય ઝાલાવાડ)સુરેદ્રનગર આ ટુર્નામેન્ટ ના ઇનામ વિતરણ મા ક્ષત્રીય સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(11:42 am IST)