Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ધ્રાંગધ્રાના મુસ્લિમ પરિવારમાં પુત્રીના આગમને ઉત્સાહ

 વઢવાણ : ભારતમાં દેશમાં શિક્ષણનું પ્રમાણ વધ્યું છે. સમય બદલાતા લોકોના વિચાર બદલાયા છે. પરંતુ દીકરીઓના મામલે હજી પણ લોકોના વિચાર બદલાયા નથી. દીકરીની સંખ્યામાં દિવસેને દિવસે ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે બેટી બચાવો માટેના અભિયાનને તેજ બનાવવા માટે દેશના વડાપ્રધાન દ્વારા એક ઝુંબેશ ઉપાડવામાં આવી છે. ત્યારે ધ્રાંગધ્રામાં રહેતા કરીમભાઈ મુલતાનીના પરિવારમાં દીકરીનો જન્મ થતા તેમણે આ અવસરને વધાવ્યો હતો. દીકરીની વધામણાના પ્રસંગને લોકો જોતા રહી ગયા હતા. ધ્રાંગધ્રાના કરીમ મુલતાની દાદા બન્યા છે. તેમના દીકરાના ઘરમાં દીકરીનો જન્મ થયો છે. વ્હાલસોયી પૌત્રીનું આગમ થતા જ મુલતાની પરિવાર માટે આજનો દિવસ તહેવાર જેવો બની ગયો હતો. ઘરમાં પૌત્રી તથા વહુને ધામધૂમથી પ્રવેશ આપવામાં આવ્યો હતો. ફૂલો ઉછાળીને તથા બેન્ડબાજા સાથે દાદાએ પૌત્રીનું સ્વાગત કર્યું હતું.

(11:41 am IST)