Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

સાળંગપુર શ્રી કષ્ટભંજન હનુમાનજી મંદિરે કાલે આભુષણ શ્રૃંગાર

(હિતેશ રાચ્છ દ્વારા) વાંકાનેર, તા.૨૯: બોટાદ જિલ્લાના વિશ્વ પ્રશિદ્ઘ યાત્રાધામ સાળગપુરધામ ખાતે આવેલ સુપ્રસિદ્ઘ સ્થળ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર માં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજિત આગામી પૂર્ણિમા ના પાવન પર્વે સાળંગપુરધામમાં દાદાના દરબારમાં તા.૩૦ બુધવારના રોજ ભવ્ય દિવ્ય , વિવિધ પ્રકારના આભૂષણ શણગાર દર્શન ( સુર્વણવાઘા) એવમ્ રાત્રે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના અદભુત દિવ્ય શયન દર્શન, ભવ્ય આભૂષણ શણગાર દાદાને કરવામાં આવશે. આ દિવ્ય પૂર્ણિમાના પાવન પર્વે સવારના સાડા પાંચ કલાકે 'મંગળા આરતી' થશે , તેમજ 'સુર્વણ શણગાર આરતી' સવારે સાત કલાકે કરવામાં આવશે, દિવ્ય શયન દર્શન સાંજે સવા છ કલાકે થશે તેમજ સાડા છ કલાકે દર્શન બંધ થશે, તેમજ અદ્બૂત દિવ્ય શયન દર્શન રાત્રે સાડા સાત કલાકથી નવ વાગ્યાં સુધી થશે ઘર બેઠા ઓનલાઇન ઉત્સવના દર્શન નિહાળી શકસો , ONLY ON >YOU TUBE SALANGPUR HANUMANJI સર્વે ભાવિક ભકતજનો દાદાના અદ્બૂત શયન દર્શન નો જરૂર લાભ લેવા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામના કોઠારી સ્વામી શ્રી વિવેક સાગર સ્વામીજી, તેમજ ડી.કે.  સ્વામીજી દ્વારા જણાવાયું છે.

(11:41 am IST)