Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ઝાલાવડમાં લાંબા સમય બાદ કોરોના મંદ ગતિએ સુરેન્દ્રનગર-૬, ભાવનગર -૧૮, મોરબીમાં ૮ કેસ

રાજકોટ,તા. ૨૯: કોરોના સંક્રમણ યથાવત છે. ત્યારે ઝાલાવડમાં કોરોનાની ગતિ મંદ પડતા તંત્રએ પણ થોડી રાહત અનુભવી છે. સુરેન્દ્રનગર જીલ્લામાં ૨૪ કલાકમાં ૬ કેસ જ નોંધાયા છે તો ભાવનગર -૧૮ અને મોરબી જીલ્લામાં ૮ કેસ નોંધાયા છે.

વઢવાણ

સુરેન્દ્રનગર અને વઢવાણ સહિતના શહેરી વિસ્તારોમાં અનલોક દરમ્યાન કોરોના વાયરસના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે જેમાં જિલ્લાના અલગ-અલગ તાલુકાઓમાં પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતાં દરરોજ બીનસત્ત્।ાવાર રીતે અંદાજે ૧૫ થી વધુ કોરોના પોઝીટીવ કેસ નોંધાઈ રહ્યાં છે જો કે સરકારી ચોપડે માત્ર મર્યાદિત કેસો જ દર્શાવવામાં આવી રહ્યાં છે.

ત્યારે જિલ્લામાં એક જ દિવસમાં વધુ ૬ કોરોના પોઝીટીવ કેસ નોંધાતા તંત્રએ રાહત અનુભવી છે. અને જિલ્લાનો કુલ કોરોના પોઝીટીવ આંક-૩૬૦૧ થયો હતો. આ તમામ દર્દીઓને હોમ આઈસોલેશન અથવા શહેરની સી.યુ.શાહ મેડીકલ કોલેજ એન્ડ હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.

ભાવનગરમાં ૬૩ દર્દીઓ સારવાર હેઠળ

ભાવનગરઃ જિલ્લામા વધુ ૧૮ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લામા કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા ૫,૮૧૭ થવા પામી છે. શહેરી વિસ્તારમા ૧૧ પુરૂષ અને ૨ સ્ત્રી મળી કુલ ૧૩ કેસ નોંધાયા છે. જયારે તાલુકાઓમા ભાવનગર તાલુકાના વરતેજ ગામ ખાતે ૧, સિહોર ખાતે ૧, સિહોર તાલુકાના દેવગાણા ગામ ખાતે ૧ તથા મહુવા ખાતે ૨ કેસ મળી ૫ લોકોના કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા તેમને વધુ સારવાર માટે દાખલ કરવામા આવેલ છે.

મહાનગરપાલિકાના ૧૬ તેમજ તાલુકાઓના ૬ એમ કુલ ૨૨ કોરોના પોઝિટિવ દર્દી કોરોનામુકત થતા તેને હોસ્પિટલમાંથી રજા અપાઈ છે.

આમ જિલ્લામા નોંધાયેલા ૫,૮૧૭ કેસ પૈકી હાલ ૬૩ દર્દીઓ સારવાર હેઠળ છે. જયારે અત્યાર સુધીમા કુલ ૫,૬૭૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામા આવ્યા છે તેમજ જિલ્લામા ૬૯ દર્દીઓના અવસાન થયેલ છે.

મોરબી જીલ્લામાં ૧૧ દર્દી સ્વસ્થ

મોરબી જીલ્લામાં કોરોના કેસોની સંખ્યા ઘટી રહી છે જીલ્લાના પાંચ તાલુકામાં કોરોનાના માત્ર ૦૮ કેસો નોંધાયા છે જયારે વધુ ૧૧ દર્દી સ્વસ્થ થયા છે.

નવા કેસોમાં મોરબી તાલુકાના ૦૪ કેસો જેમાં ૦૩ ગ્રામ્ય અને ૦૧ શહેરી, વાંકાનેરનો ૦૧ કેસ શહેરી વિસ્તારમાં જયારે હળવદ, ટંકારા અને માળિયા તાલુકામાં ૦૧-૦૧ કેસ ગ્રામ્ય પંથકમાં મળીને નવા ૦૮ કેસો નોંધાયા છે જેની સામે વધુ ૧૧ દર્દી સ્વસ્થ થયા છે નવા કેસો સાથે જીલ્લામાં કુલ કેસનો આંક ૩૦૯૬ થયો છે જેમાં ૯૬ એકટીવ કેસ છે અત્યાર સુધીમાં કુલ ૨૭૯૩ દર્દી સ્વસ્થ થયા છે.

(11:40 am IST)