Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

મોટી પાનેલી ફુલઝર નદી પરના રાજાશાહી વખતના પુલની પહોળાઇ વધારવા સાંસદની રજૂઆત

સીદસર વેણુ નદી પરના પુલ જેવી હાલત થાય એ પહેલા : હાલ પુલમાં ઠેકઠેકાણે વૃક્ષ ફૂટી નીકળ્યા

મોટીપાનેલી તા.૨૯ : મોટી પાનેલી ૅં ઉપલેટા તાલુકાના મોટી પાનેલી ગામમાં થી નીકળતી ફુલઝર નદી પર રાજાશાહી વખતનો અંદાજે સવાસો વર્ષ જૂનો પુલ ગોંડલ સ્ટેટ વખતનો બનાવેલો હજુ પણ અકબન્ધ અને અડીખમ છે.

  આવુજ કંઈક મોટી પાનેલી ગામમાં થી પસાર થતી ફુલઝર નદી પર આવેલ સવાસો વર્ષ જુના પુલની સ્થિતિ છે રાજાશાહી વખતનો આ પુલ હાલ અડીખમ છે પરંતુ પુલના પિલ્લરમાં ઠેકઠેકાણે વૃક્ષના ગંજ ફૂટી નીકળ્યા છે હવેતો આ વૃક્ષ એટલા મોટા થઈગયા છે કે પુલની ઉપર સુધી પહોંચી ગયા છે આ ઝાડના મૂળિયાં જો પિલ્લરમાં ઉતરી જશે તો વેલામોળી હાલત સિદસરના પુલ જેવી જ થશે.જરૂરિ છે તંત્ર વહેલાસર જાગૃતિ દાખવે. જોકે વસ્તુસ્થિતિ હાલ આ પુલ પરથી રોજ હજારો વાહન ચાલકો પ્રસાર થાય છે પાનેલીથી જામજોધપુર ભાણવડ ખંભાળિયા જામનગર જવા માટે આ એકમાત્ર રસ્તો હોય જો આ પુલ ડેમેજ થાય તો આગળ જવા માટે અન્ય કોઈ વિકલ્પ રહેતો ના હોય અને હાલ આ પુલની પહોળાઈ માત્ર વિશ ફૂટ જેટલીજ હોય ભારે વાહનો સામસામે આવી જાય ત્યારે રોજના માટે ટ્રાફિક જામ થતા રસ્તો ચક્કાજામ થઇ જાય છે અને બન્ને બાજુ લાંબી લાંબી વાહનો ની લાઈનો રોજ જોવા મળે છે જેમાં દ્યણીવાર વાહન ચાલકો ઉતાવળમાં અકસ્માતનો ભોગ પણ બને છે આવી ગંભીર પરિસ્થિતિનેં ધ્યાનમાં લઇ પાનેલીના સ્થાનિક આગેવાન અને રાજકોટ જિલ્લા ભાજપ કિશાન મોરચાના મહામંત્રી શ્રી મહેન્દ્રભાઈ ભાલોડીયા એ પુલની પરિસ્થિતિ અને ટ્રાફિકની સમસ્યા અંગે સાંસદ શ્રી રમેશ ધડૂકને લેખિતમાં અવગત કરતા સાંસદ શ્રી એ ગંભીરતા દાખવી તુરંત પુલની સમસ્યા અંગે માર્ગ મકાન વિભાગના મંત્રીશ્રી નીતિનભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી પુલની પહોળાઈ વધારી નવો પુલ બનાવવા માંગણી કરેલ છે. હકીકતમાં પાનેલી ગામ આશરે તેર હજારની વસ્તી ધરાવતું મોટુ ગામ છે અને ફુલઝર નદી ગામની વચ્ચે થી નીકળતી હોય પુલ પરથી ગ્રામજનો પણ આવજાહ કરતા હોય નાના બાળકો પણ શાળાએ જવા માટે ચાલીને જતા હોય ટ્રાફિકમાં ગંભીર દુર્દ્યટના બનવાનો સંભવ રહેતો હોય સ્થાનિક આગેવાનોએ આ અંગે ગંભીરતા દાખવેલ છે.

(11:39 am IST)