Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

ઉપલેટા માર્કેટીંગ યાર્ડ ખાતે સહાય વિતરણ

(ભરત દોશી દ્વારા) ઉપલેટા : ઉપલેટા શહેરના કોલકી રોડ પર આવેલ માર્કેટિંગ યાર્ડ ખાતે સરકારી આદેશ મુજબ ગુડ ગવર્નન્સ ડેની ઉજવણીના ભાગરૂપે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સાત પગલાં ખેડૂત કલ્યાણના કાર્યક્રમના લાભાર્થીઓને સહાય વિતરણનો તાલુકા કક્ષાનો કાર્યક્રમ યોજવામા આવ્યો હતો. જેમાં યોજનાકીય જાણકારી, કોરોના વિષયક ફિલ્મનુ પ્રસારણ, ઈ - સેવા સેતુની ફિલ્મનુ પ્રસારણ, કૃષિની ફિલ્મનુ પ્રસારણ અને ખાસ કરીને પ્રધાનમંત્રીનુ ઉદબોધન અને કેન્દ્ર સરકારના કાર્યક્રમમાં સાત પગલા ખેડૂત કલ્યાણ અને ગરીબ કલ્યાણ મેળાના ૧૫ લાભાર્થીઓને સ્ટેજ પરથી કીટ અને સહાયનુ વિતરણ તથા શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ કરવામા આવ્યા હતા. તેમજ ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજના અને ૧૦ ગામ દીઠ ફરતા પશુ દવાખાના યોજના હેઠળ વાહનો વિતરણ અને ફ્લેગ ઓફ કરવામા આવ્યુ હતુ. આ કાર્યક્રમમાં પોરબંદર સાંસદ રમેશભાઈ ધડુક તથા ગોંડલ માર્કેટીંગ યાર્ડના પૂર્વ ચેરમેન જયંતિભાઇ ઢોલ, પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ માકડીયા સહિતના આગવાનો ઉપસ્થિત રહ્યા હતા. મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી, ખેતીવાડી અધિકારી સહિતના વહીવટી તંત્ર દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

(11:38 am IST)