Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ મંદિરને ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન

(હિતેષ રાચ્છ દ્વારા) વાંકાનેર,તા. ૨૯: ધર્મ ધુરંધર ૧૦૦૮ આચાર્ય શ્રી રાકેશપ્રકાશદાસજી મહારાજશ્રીની આજ્ઞાથી અને તેમની પ્રેરણાથી તેમજ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરના કોઠારી સ્વામી પૂજય શ્રી વિવેકસાગર સ્વામીજીના માર્ગદર્શન હેઠળ આજે સાળગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદા ની અસીમ કૃપાથી સત સેવાના ભગીરથ કાર્યો થતા રહે છે. સાળંગપુરધામમાં આજે લાખો શ્રદ્ઘાળુઓના ભાવિકોનો દાદાનો ભાવ અને અવિરત સેવાથી આવા દિવ્ય ભગીરથ કાર્યો ચાલે છે તેમ શ્રી કોઠારી સ્વામી શ્રી વિવેકસાગર સ્વામીજી મહારાજશ્રી એ જણાવેલ હતું. આજે દાદાના દરબારમાં શનિવાર, રવિવાર તેમજ પૂનમના તો હજારો ભાવિકો દૂર, દૂરથી દાદાના દર્શનાર્થે પધારે છે , અને શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીદાદાના દિવ્ય દર્શન કરીને તન, મન ને શાંતિ મેળવી ધન્યતા અનુભવે છે , આજે વિશ્વ રેકોડર્સ ગોલ્ડન બુક વલર્ડ રેકોર્ડ દ્વારા સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરને સર્ટિફિકેટ આપી બોટાદમાં જીનિયસ સ્કુલમાં બોટાદ ના એસ. પી.હર્ષદભાઈ મહેતા , તેમજ બોટાદ જિલ્લા પોલીસ સેવા યજ્ઞ દ્વારા કાર્યક્રમ પૂજય સ્વામીજીના સાનિધ્યમાં યોજાયેલ હતો , જેમાં વિશ્વ રોકોર્ડસ ગોલ્ડન બુક સહભાગિતા પ્રમાણપત્ર કે જે સૌથી વધુ ફ્રુડ સવિગ કેમપેન બોટાદ દ્વારા ગુજરાતના ભારતના જિલ્લા પોલીસ અને સામાજિક સંસ્થા સેવા યજ દ્વારા સૌથી મોટી ફ્રુટ પીરસતી WORL OCAMP અભિયાન ના વર્લ્ડ રેકોર્ડ મેળવ્યો છે . ૨૨ માર્ચ દરમ્યાન, ૨૧ જૂન ૨૧, ૨૦૨૦ એન પી ઓ એસના કન્સોટિયમ એ કોરોના રોગચોળાના રોગમાં મુસીબત માટે અઢાર લાખ પિસ્તાલીસ હજાર સાતસો નેવું ને ( ૧૮૪૫૭૯૦ ) અન્ન લોકોને વિતરણ અને ભોજન પીરસાયેલ છે , શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળગપુરધામ એ આ મહા મારી કોરોના સમયે ભાગ લીધેલ હતો જે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળગપુરધામના કોઠારી સ્વામી શ્રી વિવેકસાગર સ્વામીજી , તેમજ ડી .કે .સ્વામીજી મહારાજશ્રી એ જણાવેલ છે

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર , સાળંગપુર દ્વારા કોરોનાની મહામારીના સમયમાં પણ સાળંગપુરધામ માં આવેલ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં ચાર મહિના સુધી કોરોના ના દર્દી માટે કોરોના ૧૯ માટે હોસ્પિટલ બનાવા માટે ત્રણસોં રૂમો ( ૩૦૦ ) આપેલા હતા , અને એક માનવ સેવાનું ભવ્ય ભગીરથ કાર્ય આ સંશ્થા એ કરેલ હતું . દર્દીઓ ને જમવાની ઉત્ત્।મ સગવડ આપેલ હતી જે યાદી સાળંગપુર મંદિરના ભકતજન વાંકાનેરના હિતેશ રાચ્છની યાદીમાં જણાવાયું છે.

(10:36 am IST)