Gujarati News

Gujarati News

News of Tuesday, 29th December 2020

દ્વારકાના શિવરાજપુર બીચને બ્લુ બીચની માન્યતા બાદ કલેક્ટરે લહેરાવ્યો બ્લુ ફ્લેગ

સંશોધકો અને યુવાન સાહસિકોને આકર્ષે તેવી તમામ સુવિધાઓ સહિતના મુદ્દે અહીંના બીચને બ્લુ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો

 દ્વારકાના શિવરાજપુરના દરિયાને બ્લુ બીચ જાહેર કરવામાં આવી ચુક્યો છે. જેના પગલે દ્વારકા કલેક્ટર નરેન્દ્ર કુમાર મીના દ્વારા બીચ પર પહેલીવાર બ્લુ ફ્લેગ લહેરાવવામાં આવ્યો હતો. આ બીચને માન્યતા આપતા શિવરાજપુર બ્લુ ફ્લેગ બીચની વિશિષ્ટતા પારખવામાં આવી હતી. અહીં દરિયાનું પાણી ખુબ જ સ્વચ્છ, આ ઉપરાંત દરિયા કિનારો પણ એટલો જ સ્વચ્છ અને વિવિધતા સભર દરિયાઇ જીવસૃષ્ટિ, સુર્યોદય અને સૂર્યાસ્તનાં મનોરમ્ય દ્રશ્યથી કોઇ પણ વ્યક્તિ મોહિત કરવા પુરતુ છે.

 

આ બીચ સ્કુબા ડાઇવિંગ માટે પણ ખુબ જ અનુકુળ છે, આ ઉપરાંત દરિયાઇ જીવસૃષ્ટિમાં રસ ધરાવતા વ્યક્તિઓ માટે આ ઉપરાંત સંશોધકો અને યુવાન સાહસિકોને આકર્ષે તેવી તમામ સુવિધાઓ સહિતના મુદ્દે અહીંના બીચને બ્લુ બીચનો દરજ્જો પ્રાપ્ત થયો છે. આજે દ્વારકા કલેક્ટર નરેન્દ્ર કુમાર મીના, પ્રાંત અધિકારી નિહાર ભેટારિયા અને બીચના સ્ટાફની હાજરીમાં અહીં બ્લુ ફ્લેગ લહેરાવવામાં આવ્યો હતો.

(12:56 am IST)