Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પ્રથમવાર કચ્છમાં :રણમાં સૂર્યોદય અને સૂર્યાસ્તનો નજારો માણશે

ઘોરડોથી તેનેટ સીટી જશે ;સફેદ રણમાં સનસેટ પોઇન્ટની મુલાકાત લઈને રણમાં સૂર્યાસ્તનો અદભુત નજારો માણીને સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે

ભારતના રાષ્ટ્રપતિ તે દેશ રામનાથ કોવિંદ પ્રથમવાર કચ્છમાં રણ-ઉત્સવની મુલાકાત લઈ રહ્યા છે. રાષ્ટ્રપતિ સાથે મુલાકાત દરમિયાન રાજ્યના પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા પણ જોડાશે. રાષ્ટ્રપતિ ધોરડો હેલીપેડથી ટેન્ટ સિટી જશે.

ત્યારબાદ તેઓ સફેદરણમાં સનસેટ પોઇન્ટની મુલાકાત લઇ કચ્છના રણમાં સૂર્યાસ્તનો અદ્ભુત નજારો માણ્યા બાદ સાંજે સાંસ્કૃતિક કાર્યક્રમ નિહાળશે. ત્યારબાદ, મહામહીમશ્રી રાત્રિ રોકાણ ટેન્ટ સિટી માં જ કરશે. તારીખ ૩૦મીની સવારે બીજા દિવસે સફેદરણમાં વહેલી સવારે સૂર્યોદય નો અનુભવ કરશે. ત્યાર બાદ રાષ્ટ્રપતિશ્રી ધોરડોથી નીકળી સાસણગીર જવા રવાના થશે.

વર્ષ ૨૦૧૭-૧૮ માં રાજ્યમાં આવનારા પ્રવાસીઓની સંખ્યા ૫ કરોડને વટાવી ચુકી છે. તેમજ રણઉત્સવમાં લગભગ ૫ લાખ જેટલા પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી જેમાંથી 75000 જેટલા પર્યટકોએ ટેંટ સિટીમાં રાત્રિ રોકાણ કર્યું હતું. જેના થકી રાજયમાં પ્રવાસનને વેગ મળ્યો છે અને પ્રવાસન ધોરડોની આસપાસ લગભગ 787 જેટલા તંબુઓ, ભુંગાઓ અને અન્ય આવાસોનો સમાવેશ થાય છે. રણ ઉત્સવથી સ્થાનિક કારીગરોમાં રોજગારી વધે છે અને રણોત્સવ - સ્થાનિક કારીગરો અને મુલાકાતીઓ વચ્ચે આદાન - પ્રદાન કરવાનું છે

(7:57 pm IST)