Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ધોરાજીના જમનાવડમાં શિક્ષકો જ ભૂલ્યા શિસ્તના પાઠ ! આચાર્ય-શિક્ષક વચ્ચે મારામારી -ગાળાગાળી

ગ્રામજનોએ છોડાવવા જવું પડ્યું :શાળાને તાળાબંધી કરી રોષ ઠાલવ્યો

ધોરાજી તાલુકાનાં જમનાવડ ગામે સરકારી પ્રાથમિક શાળામાં આચાર્ય અને શિક્ષકે મારામારી અને ગાળા ગાળી કરતા ગ્રામજનોએ છોડાવવા દોડવું પડયું હતું. આ બાબતને લઈ ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી રોષ ઠાલવ્યો હતો.

  બનાવ અંગે ધોરાજી તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી પી.એન. માણેકે જણાવેલું કે, બપોરનાં ૪ કલાકે જમનાવડ પ્રાથમિક શાળામાં ઓનલાઈન એજયુકેશનનાં પીરીયડમાં ટીવીનો ઘોંઘાટ વધુ થતો હોવાનાં મામલે આચાર્ય મનોજભાઈ કાનજીભાઈ જેઠવા અને શિક્ષક ભાવેશભાઈ જેઠાભાઈ મોરબીયા વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જે અંગે નો આચાર્ય દ્વારા લેખીત રીપોર્ટ કરાયો છે. જે જીલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને મોકલવામાં આવ્યો છે.

શાળાનાં આચાર્ય મનોજભાઈ જેઠવાએ જણાવેલું કે, અગાઉ પણ ભાવેશભાઈ મોરબીયાએ માથાકુટો કરી હતી અને ગતરોજ તેમના કલાસ દરમિયાન ટીવી સ્પીકરનાં વોલ્યુમ વધારે અવાજ કરતા હોવાથી પોતાના કલાસનાં વિદ્યાર્થીઓ ડીસ્ટર્બ થતાં હોય, આથી ટીવીનો અવાજ ઘટાડવા કહેતા શિક્ષકે ઉશ્કેરાઈ જઈ ઓફીસમાં ધસી આવીને બેફામ ગાળો આપી માર મારવા લાગતા ગ્રામજનો દોડી આવી મને છોડાવ્યો હતો.

(2:04 pm IST)