Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

પોરબંદરમાં પાણી પીવાના બહાને સોની કામની દુકાનમાં ઘુસીને ૬ અજાણી મહિલાઓ ૫.૯૦ લાખનું સોનું સેરવી ગઇ

પોરબંદર તા.ર૯: અહીં કીર્તિમંંદિર પાછળ મોડખડકીમાં બંગાળી મુસ્લિમ અલ્લાઉદ્દીનભાઇ ઉર્ફે દીપુ ગુલામ રહેમાનની સોની કામની દુકાનમાં ૬ અજાણી મહિલાઓ પાણી પીવાના બહાને ઘૂસી જઇને દુકાનદાર સાથે વાતો કરીને નજર ચુકવીને કાઉન્ટરના ખાનામાં રહેલ ૨૩ તોલા(૨૩૦ ગ્રામ) સોનું કિ.રૂ. ૫,૯૦,૦૦૦નું સેરવી ગયાંની કીર્તિમંદિર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.

પોલીસ ફરિયાદમાં અલ્લાઉદ્દીનભાઇએ જણાવેલ કે અમારી દુકાનમાં સોનું સેરવી જનાર ૬ મહિલાઓ સાથે ૪ બાળકો હતાં

સોનું લઇ ગયાં પહેલાં મહિલાઓ સોની બજારમાં રથી ૩ દુકાનેગયેલ પરંતુ તેની કારી ફાવી નહોતી. માણેક ચોકમાં એક સોનીની દુકાનમાં છેક અંદર સુધી પુછયા વિના ઘુસી ગયેલ.

દુકાનદાર મહિલાઓને જોઇ જતાં ઠપકો આપીને હાંકી કાઢેલ. ત્યારપછી અન્ય દુકાનમાં ઘુસવાનો પ્રયત્ન કરેલ. અને સફળતા ન મળતા અલ્લાઉદ્દીનભાઇની દુકાનમાં પાણી પીવું છે તેમ કહી ઘૂસી ગયેલ.

સોનું સેરવી લીધા બાદ ત્યાંથી નવાપાડા મચ્છી માર્કેટ થઇ વીર ભનુની ખાંભી પાસે ઉતરીને બીજી રીક્ષા કરીને નરસંગ ટેકરી તરફ નાસી ગયેલ. રીક્ષાવાળાને છોકરો ગુમ થયેલ છે તેમ કહીને ઉતાવળ કરાવેલ  હતી. અજાણી મહિલાઓની સોનું ચોરી કરવાની પદ્ધતિથી આ મહિલા છારા ગેન્ગની હોવાની ચર્ચા છે. પોલીસ ઇન્સ્પેકટર એચ.એલ. આહીર વધુ તપાસ ચલાવી રહયા છે.(૧.૭)

(11:57 am IST)