Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ભાવનગરનાં અવાણીયા પાસેથી તમંચા સાથે ધરપકડ

ભાવનગર, તા.૨૯: ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી પી.એલ.માલની સુચના આધારે આજરોજ એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેકટર ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ એસ.ઓ.જી. સ્ટાફના પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા હેડકોન્સ. જગદીશભાઇ મા: ને મળેલ બાતમી હકિકત આધારે  ભાવનગર-ઘોઘા રોડ, અવાણીયા ગામના પાટીયા પાસેથી આરોપી હિરેનભાઇ રમેશભાઇ નિમાવત/રામાનંદી સાધુ ઉ.વ.૨૦ ધંધો-વેપાર, રહેવાસી ગામ-ભુંભલી તા.જી. ભાવનગર વાળાને એક ગેરકાયદેસરના દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડી તેના વિ:ધ્ધમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયાએ આર્મ્સ એકટ હેઠળ ફરિયાદ આપી ઘોઘા પોલીસ સ્ટેશનમાં ગુન્હો રજીસ્ટર કરાવેલ છે અને આ કામની આગળની તપાસ એસ.ઓ.જી.ના હેડ કોન્સ. ટી.કે.સોલંકી ચલાવી રહ્યા છે.

 આ કામગીરીમાં એસ.ઓ.જી. શાખાના પોલીસ સબ ઇન્સ.શ્રી ડી.ડી.પરમાર સાહેબના માર્ગદર્શન હેઠળ પોલીસ હેડ કોન્સ. જગદીશભાઇ મા: તથા હિતેષભાઇ મેર તથા પોલીસ કોન્સ. સોહીલભાઇ ચોકીયા તથા નિતીનભાઇ ખટાણા તથા મુકેશભાઇ પરમાર તથા અબ્બાસઅલી દેવજીયાણી વિગેરે જોડાયા હતા.

(11:55 am IST)