Gujarati News

Gujarati News

News of Saturday, 29th December 2018

ધોરાજી મહિલા કોલેજમાં રાષ્ટ્રીય ગ્રાહક સપ્તાહની શાનદાર ઉજવણી

ધોરાજી, તા.૨૮: ધોરાજીમાં લેઉઆ પટેલ કેંણવણી મંડળ સંચાલિત મહિલા કોલેજ ખાતે રાજકોટ જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા સપ્તાહ ૨૦૧૮ ની ઉજવણી કરવામાં આવી હતી

રાજકોટ જિલ્લા ગ્રાહક મંડળના પ્રમુખ યસવંતભાઈ જનાણીના અધ્યક્ષતામાં ગ્રાહક જાગૃતિ સમારંભ યોજાયો હતો જેમાં ધોરાજી શહેર ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ કિશોરભાઈ રાઠોડ જિલ્લા ઉપ પ્રમુખ જે.ડી.બાલધા.એડવોકેટ હિમતભાઈ લાબડીયા રાજકોટ મહેશભાઈ મહેતા રવજીભાઈ રોકડ જેતપુર .નૈયનાબેન અંટાળાં વિગેરે એ ગ્રાહક સુરક્ષા૧૯૮૬ના કાયદા હેઠળ મહીલા કોલેજની વિદ્યાર્થીઓને જાગૃતતા લાવવા અને આપણને મળતા ગ્રાહકોની સુરક્ષાનો વધુમાં વધુ લાભ લેવા જણાવેલ હતું.

:પિયા ૫ લાખ સુધીની ખરીદી બાદ છેતરપીંડીની ફરિયાદ જિલ્લા ગ્રાહક ફોરમમાં થાય છે જે અંગે ધોરાજી અને રાજકોટ જિલ્લામાં ગ્રાહક સુરક્ષા મંડળમાં પણ અરજી આધાર પુરાવા સાથે કરી શકો છો તેવી વિગતવાર માહિતી આપેલ હતી

આ કાર્યક્રમમાં ધોરાજીના પ્રિન્સિપાલ જે.કે.ઠુમર.કિરણભાઇ પેથાણી નટુભાઈ ચોહાણ આર.વી.સોલંકી રાજેશભાઈ ગોંડલીયા તથા મહિલા કોલેજ નો પરિવાર જોડાયો હતો અને મોટી સંખ્યામાં વિદ્યાર્થીનીઓ જોડાયા હતા. કાર્યક્રમનું સંચાલન નયનાબેન અંટાળાં અને રવજીભાઈ રોકડ એ કરેલ.

(11:53 am IST)