Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

બાળકોએ વસ્તુની ખરીદી કરતી વખતે શું ધ્યાનમાં રાખવું?: ધોરાજીમાં કાર્યક્રમ

રાજકોટઃ તા.૨૮ ગ્રાહક સુરક્ષા મંડળ રાજકોટ દ્વારા રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દીન નિમિતે ધોરાજી ખાતે શ્રી રોયલ ગલ્સ સ્કુલના ટ્રસ્ટી શ્રી રાજેશભાઇ મેઘાણી આચાર્ય શ્રી એન.સી.અંટાળા, શ્રી ઢેબરીયા, શ્રી કિશન, ભાોૈતિક તેમજ ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખશ્રી ખીમસુરીયા નાનજીભાઇ, ઉપપ્રમુખશ્રી પ્રવિણભાઇ મંડળના સભ્ય મકવાણા અજયભાઇ, ચોૈહાણ ચિરાગભાઇ ચોૈહાણ, સુરેશા નરેશભાઇ, ચોૈહાણ આકાશભાઇ, જયેશભાઇ, ચિરાગભાઇ, તથા જય ગ્રુપના મિત્રો દ્વારા કાર્યક્રમની રૂપરેખા રજુ કરવામા઼ આવી હતી.

મંડળના પ્રમુખ ખીમસુરીયા નાનજીભાઇ એ બાળાઓને ખરીદી કરતી વખતે ધ્યાને રાખવા જેવા મુદાઓ જેવા કે ઉત્પાદકનું નામ  અને સરનામુ, વજનની માત્રામાં, એમ.આર.પી. મહતમ છુટક કિંમત, નિર્માતા પેકીંગ કરનારનું  નામ, સરનામું, ઉત્પાદક કર્યાની તારીખ, એકસપાયરી તારીખ, ફરીયાદ માટે નામ, સરનામુ, હેલ્પ લાઇન નંબર, અને ઇ-મેઇલ વગેરે મુદા પર ધ્યાન  દોર્યું હતું.

મંડળના ઉપપ્રમુખશ્રી પ્રવિણભાઇએ ગ્રાહકના અધિકારો વિશેના મુદા જેમ કે માહિતી  પાપ્ત કરવાનો અધિકાર, સલામતીનો અધિકાર, વળતર મેળવવાનો અધિકાર, તંદુરસ્ત પર્યાવરણનો અધિકાર સહિત આઠ અધિકારો વિશે બાળાઓ,   શિક્ષકો તથા નાગરીકો જાગૃત થાય તેવા પ્રયાસો  કર્યાં હતા. શ્રીરોયલ ગલ્સ સ્કુલના ટ્રસ્ટીશ્રી રાજેશભાઇ  મેઘાણી ઉપસ્થિત રહેલ.

(11:33 am IST)