Gujarati News

Gujarati News

News of Friday, 29th December 2017

ડુંગરાળ વિસ્તાર ભ્રમણ કાર્યક્રમમાં જોડાવવા માટે ગુજરાતના યુવક-યુવતીઓ માટે તક

જૂનાગઢ તા.૨૯ : ધાર્મિક અને પ્રાકૃતિક દ્રષ્ટીએ અધ્કેરૂ સ્થાન ધરાવતા ગુજરાતનાં માઉન્ટ ગિરનારના ડુંગરાળ વિસ્તારમાં સંભવિત જાન્યુઆરી - ૨૦૧૮ દરમિયાન યોજાનાર કાર્યક્રમમાં જોડાવા માંગતા ગુજરાતના વતની અને સ્વામી વિવેકાનંદ પર્વતારોહણ તાલીમ સંસ્થા, માઉન્ટ આબુનો તથા પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, જુનાગઢમાં ઓછામાં ઓછો બેઝિક ખડક ચઢાણનો કોર્ષ કરેલા, ઉંમર ૧૭ થી ૪૫,  ધોરણ -૧૦ પાસ હોય તેવા યુવક-યુવતીઓ પોતાનું નામ, જન્મ તારીખ , સરનામું, ટેલીફોન નંબર/મોબાઈલ નંબર સહિતની માહિતી દર્શાવતી અરજી નિયત ફોર્મમાં તા.૦૫/૦૧/૨૦૧૮ સુધીમાં કરવાની રહેશે. અરજીના નિયત ફોર્મનો નમુનો વેબસાઈટ www.gujmount.com પરથી મળી શકશે.

જેમાં ગુજરાતના વતની હોવાનો આધાર/દાખલો, શારીરિક યોગ્યતાનું તબીબી પ્રમાણપત્ર, જન્મ તારીખનો પુરાવો, ઉમેદવારે અકસ્માત/ઈજા વગેરે જોખમ અંગે વાલીનું સંમતિપત્ર તથા પર્વતારોહણ તાલીમ કોર્ષમાં ભાગ લીધેલ હોય તો તે અંગેના પ્રમાણપત્રની ખરી નકલ અવશ્ય બીડવાની રહેશે. અધુરી વિગતવાળી અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાનમાં લેવામાં આવશે નહીં. કોઈપણ લાયકાત કે શરતમાં યોગ્ય કિસ્સામાં કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્ત્િ।ઓ, ગાંધીનગર છુટછાટ આપી શકશે.

પસંદગી પામનાર ઉમેદવારોના ભોજન, નિવાસ અને તાલીમની વ્યવસ્થા સરકાર દ્વારા જે તે સ્થળે વિનામૂલ્યે કરવામાં આવશે. તદ્દ ઉપરાંત તાલીમાર્થીઓને વતનથી તાલીમી સંસ્થાના સ્થળે આવવા તથા પરત જવાનું પ્રવાસ ભાડું ( સામાન્ય એસ.ટી.બસ/રેલ્વે સેકન્ડ કલાસ ) મળવાપાત્ર રહેશે. ઉમેદવારે પ્રવાસ કર્યાની ટિકિટ રજૂ કરવાની રહેશે, સંપૂણ વિગતવાળી અરજીઓ નિયત સમય મર્યાદામાં ઇન્સ્ટ્રકટર ઇન્ચાર્જશ્રી, પંડિત દીનદયાળ ઉપાધ્યાય પર્વતારોહણ તાલીમ કેન્દ્ર, તળાવ દરવાજા, રાધાનગર સોસાયટી, જુનાગઢ-૩૬૨૦૦૧ ના સંપૂર્ણ વિગતો તથા પ્રમાણપત્ર સહિત અરજી મોકલી આપવાની રહેશે. પસંદગી પામનાર તાલીમાર્થીને જરૂરી માહિતી અને સુચનાઓ તાલીમી સંસ્થા દ્રારા જણાવવામાં આવશે. તે સિવાય પત્ર વ્યવહાર ન કરવા ઇન્સ્ટ્રકટર ઇન્ચાર્જ ઉપેન્દ્રસિંહ રાઠોડની યાદીમાં જણાવાયુ છે.

(11:32 am IST)