Gujarati News

Gujarati News

News of Tuesday, 29th November 2022

જૂનાગઢના બન્‍ને રિક્ષાચાલકના મોત પોઇઝનના કારણે થયાનું ખુલ્‍યુ

જૂનાગઢના બે રીક્ષા ચાલકનાં મોત મામલે બંનેના વિસેરાના સેમ્‍પલ તપાસ માટે મોકલાયા : લઠ્ઠાકાંડ ન હોવાનો એસપી રવિ તેજા વાસમ શેટ્ટીનો ખુલાસો

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ,તા. ૨૯ : જૂનાગઢમાં ગત રાત્રે બે રીક્ષા ચાલકના થયેલા શંકાસ્‍પદ મોતના મામલે બંને મૃતકોના વિસેરાના સેમ્‍પલ તપાસ માટે લેબમાં મોકલી અન્‍ય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શહેરના ગાંધી ચોક રીક્ષા સ્‍ટેન્‍ડ ખાતે ગત રાત્રે ૮:૩૦ના અરસામાં રીક્ષા ચાલક રફીક ઘોઘારી ઉર્ફે બાદલ અને જેહાન ઉર્ફે લંગડોએ ઝેરી પ્રવાહી પીતા બંનેને સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવેલ.

પરંતુ હોસ્‍પિટલમાં બંનેનાં મૃતદેહ જ પહોંચ્‍યા હતા. આ અંગેની જાણ થતાં ડીવાયએસપી હિતેશ ધાંધલીયા સહિતના પોલીસ અધિકારીઓ સ્‍ટાફ તેમજ ધારાસભ્‍ય ભીખભાઇ જોશી વગેરે હોસ્‍પિટલ ખાતે દોડી આવ્‍યા હતા.

બંને મૃતકોની ઝેરી પ્રવાહી બોટલ સાથે રીક્ષામાં હોસ્‍પિટલ  ખસેડવામાં આવેલ. પોલીસે આ બોટલ કબ્‍જે કરી તપાસ અર્થે મોકલી આપી હતી.

બંનેના મોત પોઇઝનને કારણે થયા હોવાનો પી.એમ. રિપોર્ટમાં જણાયું હતું. આ મામલો લઠ્ઠાકાંડનો ન હોવાનો ખુલાસો એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ કર્યો હતો. અને જણાવ્‍યું હતું કે, છતા જુદા-જુદા એંગલથી તપાસ કરવામાં આવી રહી છે.

બંને મૃતક રીક્ષા ચાલકે કેવી રીતે અને કયા સંજોગોમાં ઝેરી પ્રવાહી પીધુ તેની ચોક્કસ વિગતો પ્રાપ્‍ત થઇ નથી પોલીસે બંનેના વિસેરાના સેમ્‍પલ તપાસ માટે લેબમાં મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

દરમ્‍યાન આ મામલે આઇજી મયંકસિંહ ચાવડા સવારે ૧૧ કલાકે પ્રેસ કોન્‍ફરન્‍સ રાખવામાં આવી છે. જેમાં તેઓ બે રીક્ષા ચાલકના શંકાસ્‍પદ મોત મામલે માહિતી આપશે.

દરમ્‍યાન વિશેષ તપાસ બી ડીવીઝનનાં પી.આઇ. નિરવ શાહ ચલાવી રહ્યા છે. (તસ્‍વીરઃ મુકેશ વાઘેલા-જૂનાગઢ)

(11:47 am IST)