Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સ્પેનમાં ઈન્ટર પાર્લામેન્ટ યુનિયનની બેઠક સાંસદ પુનમબેન માડમે મહિલા સાંસદોની પરિચર્ચામાં મહિલાઓ માટેના બાળ કાયદા અંગે વક્તવ્ય રજૂ કર્યું

માડમે રાષ્ટ્રના વિકાસમાં વડાપ્રધાન દ્વારા લેવાયેલ પગલાઓને પણ વૈશ્વિક સ્તરે રજૂ કર્યા

જામનગર : સાંસદ પુનમબેન માડમે મહિલા સાંસદોની પરિચર્ચામાં ભાગ લઇ મહિલાઓ માટેના બાળ કાયદા અંગે પોતાનો મત રજુ કર્યો હતો. ભારતના વિકાસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અસરકારક અને સકારાત્મક પગલાઓ અગ્ને વિશ્વને જ્ઞાત કરાવ્યું હતું. સ્પેન ખાતે યોજાયેલ ઇન્ટર પાર્લામેન્ટ યુનિયનની 143 મી બેઠકમાં આજે જામનગરના સાસંદ પુનમ માડમે ભાગ લઇ વૈશ્વિક સ્તરે ચર્ચાઓ કરી હતી.

ગઈ કાલે સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝ સાથે મુલાકાત બાદ આજે આંતરરાષ્ટ્રીય મહિલા સાંસદ સભ્યોની ઉચ્ચસ્તરીય આંતરરાષ્ટ્રીય ફોરમની બેઠક મળી હતી.જેમાં જામનગરનું ગૌરવ વધારનાર સાંસદ પુનમબેન માડમે ભાગ લઇ બાળ શોષણ સામે લડવા માટેના કાયદા પરના ડ્રાફ્ટ પર મહિલાઓના પરિપ્રેક્ષ્‍યમાં મંતવ્યો રજુ કર્યા હતા. જાતી આધારિત જવાબદારી ભર્યો કાયદો બનાવવા માટેની વ્યૂહરચના પર પેનલ ચર્ચા કરી હતી.

જયારે જામનગર સાંસદ માડમે પોતાને વૈશ્વિક સ્તર પર ભારતનું પ્રતિનિધિત્વ કરવાનો મોકો આપનાર વડાપ્રધાન મોદીનો આભાર પણ વ્યક્ત કર્યો હતો. આ તકે માડમે રાષ્ટ્રના વિકાસમાં વડાપ્રધાન દ્વારા લેવાયેલ પગલાઓને પણ વૈશ્વિક સ્તરે રજૂ કર્યા હતા.

(12:53 pm IST)