Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

જુની પેન્શન યોજના શરૂ કરવા અને ફિકસ પગાર નીતિ બંધ કરવાની માંગ કરતા ઓ.પી.એસ. કર્મચારી મંડળ

 (સંજય દેવાણી દ્વારા) કેશોદ : નવી પેન્શન યોજનાના સ્થાને જૂની પેંશન યોજના શરૂ કરવા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળની ટીમ ઓ.પી.એસ. ગુજરાતની માંગ તથા ફિકસ પગાર નીતિ બંધ કરી સુપ્રીમ કોર્ટમાંથી કેસ પરત ખેંચવા સહિતની માંગ સાથે જુનાગઢના ભીખુભાઇ બંધિયા અને કેશોદના ફાર્માસિસ્ટ દિપેનભાઇ અટારાની આગેવાની હેઠળ કલેકટર, જૂનાગઢને આવેદન પત્ર અપાયુ હતુ.

   બંધારણ દિવસ નિમિત્તે તા.૨૬ને શુક્રવારના રોજ ટીમ ઓ.પી.એસ. ગુજરાતની ટીમ ઓ.પી.એસ. જુનાગઢ દ્વારા જુનાગઢ જિલ્લાના તમામ નવી પેન્શન સ્કીમ ફભ્લ્ અને ફિકસ પેના સરકારી કર્મચારી દ્વારા જૂની પેન્શન યોજના લાગુ કરવા અને સુપ્રીમ કોર્ટમાંથી ફિકસ પેના કર્મચારી વિરુદ્ધ દાખલ કરેલ કેશ ગુજરાત સરકાર પરત ખેંચે તે બાબત રજૂઆત જુનાગઢ જિલ્લાના કલેકટરશ્રીને કરવામાં આવી. તેવું Team OPS Junagadh ની ટીમના મુખ્ય કન્વીનર ભીખુભાઈ બંધીયા અને ફાર્માસિસ્ટ કેડરના કન્વીનર દિપેનભાઈ અટારાએ તેમની યાદીમાં જણાવેલ છે.

આ તકે ભીખુભાઇ બંધિયા (સંગઠન મંત્રી, ગુજરાત રાજ્ય હિસાબી સેવા કર્મચારી મંડળ અને મુખ્ય કન્વીનર Team OPS Junagadh) ૯૭૨૪૯૪૯૭૯૧, દિપેનભાઇ અટારા (ઉપ પ્રમુખ, ધ ફેડરેશન ઓફ ગવર્નમેન્ટ ફાર્માસિસ્ટ, ગુજરાત  કન્વીનર Team OPS Junagadh) ૯૮૨૫૩ ૬૫૯૫૯, વેજાભાઇ પિઠીયા (પ્રમુખશ્રી, જુનાગઢ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ સંઘ) ૯૯૨૫૩૩૩૯૦૦, પરબતભાઇ નાઘેરા (પ્રમુખશ્રી, જુનાગઢ જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘ) ૯૬૮૭૪૮૫૦૪૪,નિલેશભાઈ સોનારા (પ્રમુખશ્રી, જુનાગઢ જિલ્લા માધ્યમિક શિક્ષણ સંઘ) ૯૮૭૯૫૪૯૨૨૯, આશીષભાઇ બાખલખિયા (પ્રમુખશ્રી, મહેસુલી કર્મચારી મંડલ વર્ગ-૩) ૬૩૫૩૩૬૬૦૬૬, અશ્વિનભાઇ વશીયર (મહામંત્રી, ત.ક.મંત્રી, મંત્રી પંચાયત મંડલ) ૯૪૨૭૨૫૬૯૪૦, અંકુર લાડાણી (કન્વીનર Team OPS Junagadh)  ૯૪૨૭૫૬૯૩૭૭, જગદીશ શાહ (કન્વીનર Team OPS Junagadત્ર્)  ૮૧૪૧૩૪૫૧૩૯, મયુર પઢીયાર (કન્વીનર Team OPS Junagadh) ૮૭૫૮૦૦૯૮૭૬, ડો. પિયુષ મર્થક (કન્વીનર Team OPS Junagadh) ૯૯૮૮૬૧૨૧૮,રસિક સાવલીયા (કન્વીનર Team OPS Junagadh) ૮૨૦૦૧૮૧૩૦૯ સહીત જુનાગઢ જિલ્લાના શિક્ષકો, તમામ NPS સરકારી કર્મચારીઓ, અધિકારીઓ, ફિકસ પગારના કર્મચારીઓ સાથે હાજર રહેલ હતા.

(12:51 pm IST)