Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મોરબીના યમુનાનગર વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલ નવું બાઈક ચોરાયું.

મોરબી શહેરના યમુનાનગર વિસ્તારમાં ઘર પાસે પાર્ક કરેલ નવું બાઈક અજાણ્યો શખ્સ  ચોરી કરી ગયો હોય જે ચોરીના બનાવની બહાદુર પોલીસે દોઢ માસ બાદ ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે
મોરબીમાં વાહનચોરીના બનાવોમાં મોડી ફરિયાદ નોંધવામાં આવતી હોય તેવું સ્પષ્ટ જણાઈ આવે છે અને મોરબીમાંથી વધુ એક બાઈક ચોરી થયું હોય જેની દોઢ માસ બાદ પોલીસ ફરિયાદ નોંધાઈ છે જેમાં યમુનાનગર શેરી નુ ૦૧ માં રહેતા હાર્દિક ચૌહાણ નામના યુવાને પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેનું બાઈક જીજે ૩૬ એબી ૫૯૦૮ કીમત રૂ ૬૫,૦૦૦ વાળું ઘર પાસે પાર્ક કરેલ હોય જે અજાણ્યો શખ્શ ગત તા. ૧૨-૧૦ ના રાત્રીથી તા. ૧૩-૧૦ ના સવાર દરમિયાન ચોરી કરી ગયો છે મોરબી બી ડીવીઝન પોલીસે બાઈક ચોરીની ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.

(11:48 am IST)