Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

સૌરાષ્ટ્ર-કચ્છમાં માવઠાની આગાહી વચ્ચે ઠંડક ઘટી

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે સામાન્ય ઠંડક બાદ હુફાળુ વાતાવરણ

રાજકોટ તા. ર૯: રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર મિશ્ર વાતાવરણનો અહેસાસ યથાવત છે આવા વાતાવરણ વચ્ચે ઠંડકમાં ઘટાડો નોંધાયો છે. અને આવા વાતાવરણ વચ્ચે માવઠાની આગાહી પણ કરવામાં આવી છે.

મોડી રાત્રીના અને વહેલી સવારના સમયે સામાન્ય ઠંડક બાદ હુંફાળુ વાતાવરણ છવાઇ જાય છે.

કચ્છ

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ હજી દસ દિ' પહેલાં જ કચ્છમાં માવઠું પડયું હતું અને ફરી એકવાર શિયાળા વચ્ચે માવઠું પડવાની આગાહીએ ચિંતા સર્જી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કચ્છમાં બુધ અને ગુરૂવારે તોફાની પવન સાથે વરસાદ પડવાની શકયતા છે. આ સાથે જ દરિયામાં ઊંચા મોજા પણ ઉછળવાની આગાહી કરાઇ છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩ર. મહતમ ૧૮.પ લઘુતમ પ૯ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ર.પ પ્રતિ કલાક પવનની ગતિ રહી હતી. (૭.૧૯)

કયાં કેટલી ઠંડી

શહેર   લઘુતમ તાપમાન

અમદાવાદ   ૧૬.૯ ડિગ્રી

અમરેલી      ૧૮.૦ ડિગ્રી

વડોદરા      ૧પ.૪ ડિગ્રી

ભાવનગર    ૧૯.૦ ડિગ્રી

ભુજ          ૧૮.૪ ડિગ્રી

જામનગર    ૧૮.પ ડિગ્રી

દમણ         ર૧.૦ ડિગ્રી

દીવ          ૧૮.પ ડિગ્રી

ડીસા         ૧૬.૪ ડિગ્રી

દ્વારકા         રર.૩ ડિગ્રી

કંડલા         ૧૮.૬ ડિગ્રી

નલીયા      ૧પ.૩ ડિગ્રી

ઓખા         ર૪.૩ ડિગ્રી

પોરબંદર     ૧૭.પ ડિગ્રી

રાજકોટ      ૧૮.૩ ડિગ્રી

સુરત         ર૧.૪ ડિગ્રી

વેરાવળ      ર૦.૬ ડિગ્રી

(11:45 am IST)