Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

મોરબી સોશ્યલ મીડિયાના પ્રભાવથી પતિ-બાળકોને તરછોડી દેનાર યુવતીનું ૧૮૧ ટીમે સફળ કાઉન્સેલિંગ કર્યું.

યુવતિનું કાઉન્સેલિંગ કરી સાસરિયામાં પરત મોકલવામાં આવી.

મોરબી શહેરમાં સોશ્યલ મીડિયાના પ્રભાવમાં આવી જઈને એક યુવતી પતિ અને બાળકોને તરછોડી ઘરેથી નીકળી ગઈ હોય જે અંગે જાણ થતા ૧૮૧ ટીમે યુવતીનું કાઉન્સેલિંગ કરી સાસરિયામાં પરત મોકલી યુવતીનું ઘર બરબાદ થતા બચાવી લીધું હતું
મોરબી સીટીમાંથી એક સજ્જન વ્યકિત દ્વારા 181 પર કોલ કરી જણાવ્યું કે છેલા 4 ક્લાકથી એક યુવતી તેના બાળકને લઈને અહીં આવી ગયેલ છે. જેની પૂછપરછ કરવા છતાં કંઈપણ જણાવવા તૈયાર નથી તેના પિયર તથા સાસરીયા વાળાને બોલાવ્યા છે. પરંતુ બહેન તેની વાત પણ સાંભળવા તૈયાર નથી અને તેની સાથે પણ જવા તૈયાર નથી. જેથી મોરબી ૧૮૧ ટીમના કાઉન્સેલર રસીલાબેન કુંભાણી, પાયલોટ મિતેશભાઈ સ્થળ પર પહોંચ્યા અને તેમને પરીવાર તથા પીડિતાનું કાઉન્સેલિંગ કર્યુ.
કાઉસેલિંગ કરતા ચોંકાવનારી વાત સામે આવી. પીડિતા બહેને જણાવ્યું કે છેલ્લા એક વર્ષથી સોશિયલ મીડિયા દ્વારા એક પુરુષના કોન્ટેક્ટમાં છે અને એક વર્ષથી તેમની સાથે પ્રેમ સંબંધ છે.અને ત્યારબાદ બંન્ને એ ઘર છોડીને ભાગી જવાનું નકકી કર્યું હતું. આથી પીડિતા બહેન કોઈને પણ જાણ કર્યા વિના ઘર છોડીને નીકળી ગયા હતા. પરંતુ તે પુરૂષ તેની સાથે ન આવતા અને ફોન પર પણ કાઈ જ જવાબ ના આપતા બહેન ગભરાઈ ગયા હતા અને કોઈ રસ્તો સૂઝતો ના હતો
181 ની ટીમ દ્વારા પીડિતા બેનને સમજાવવામાં આવ્યા કે આમ અજાણ્યાં વ્યક્તિનાં પ્રભાવથી ઘર છોડીને ના નિકળી જવું જોઈએ. અને બાળકો તથા પરિવારનું વિચારવુ જોઈએ. તેને પસ્તાવા સાથે કહયું કે તે તેના પતિ તથા બાળકો સાથે પાછા જવા માગે છે. આથી પીડિતાની ઈચ્છા અનુસાર 181 ની ટિમ દ્વારા તેના સાસરીયા પક્ષનું કુશળ કાઉન્સેલિંગ કરવામાં આવ્યુ અને સમજાવટ  દ્વારા પીડિતાનો સાસરિયામાં સ્વીકાર કરવામાં આવ્યો અને એક પરિવાર તૂટતા બચાવી લીધું હતું.

(11:22 am IST)