Gujarati News

Gujarati News

News of Monday, 29th November 2021

પૂ. જલારામબાપા ની સાધના મા જો સૌથી વધુ ત્યાગ હોય તો વિરુમાં નો : પૂ.વીરબાઈ માં ની આજે ૧૪૩ મી પુણયતિથી

આજે કારતક વદ નોમ ના દિવસે પૂજ્ય જલારામ બાપા ના અર્ધાંગના માં વીરબાઈ માં ની ૧૪૩ મી પૂર્ણ્યતિથી છે, જલારામ બાપા ની જીવન સાધનામાં જો સૌથી વધુ ત્યાગ કોઈ નો હોય તો તે છે તેમના ધર્મપત્ની માતુશ્રી વીરબાઈ માં નો ભક્ત જલારામ બાપાએ રોપેલી ધર્મ ની ધજાની દાંડી જે સ્થિર ઉભી છે તેનાં પાયા માં માતા વીરુમાં નો ત્યાગ રહેલો છે, બધા વીરબાઈ માં ને પ્યાર થી વિરુમાં બોલાવતાં, ભક્તો સંતો ના જીવન જોઈએ તો મોટા ભાગના કિસ્સા માં પ્રારંભ માં લોકોએ વિરોધ કર્યો હોય છે અને બહાર ના લોકો સાથે ઘર ના લોકો અે પણ વિરોધ અને અગવડતા ઓ ઉભી કર્યા નું જોવા મળે છે નરસિંહ મહેતા, સંત તુકારામ, સંત તુલસદાસજી, રાજા ભર્થુહરી, સોક્રેટીસ, જેવા સાધુ સંત રાજકવિ રાજા અને મહાન માણસો નો તેમના પત્ની ઓ એવિરોધ કર્યો હતો, પણ ભક્ત જલારામ બાપા એક અલગ પંથ ના પ્રવાસી છે, એમના ધર્મપત્ની માતુશ્રી વીરબાઈ માંએ જિંદગી આખી એમની સાથે કદમ મિલાવી ઉભા રહ્યા અને માનવ સેવા નાં કર્યોમાં સંપૂર્ણ સાથ અને સહકાર આપ્યો,

માતા વીરબાઈ માં આટકોટ ના ભાગ્યશાળી પિતા પ્રાગજીભાઈ સોમૈયા ના ઘરે જન્મ્યા હતા વિરૂમાં ને બે ભાઈ નથુભાઈ અને સુદરજીભાઈ વીરબાઈ માં એકદમ તેજસ્વી અને સ્વરૂપવાન વ્યક્તિત્વ ધરાવતા, વિરૂબેન ના ભાઈ નથુરામ એના દીકરા ખેતાભાઈ એના દીકરા વાલાભાઈ એના દીકરા મીઠાભાઈ અને દીકરા ડાયાભાઇ, એના દીકરા કાલિદાસ ભાઈ અને એના દીકરા નાનાલાલ ભાઈ સોમૈયા, વિરૂબાઈ નાની ઉંમરે જલારામ બાપા ને પરણી ને વીરપુર આવેલ, સાસુ સસરા ની ઉત્તમ સેવા કરેલ, જલારામ બાપા ના જાત મહેનત નો રોટલો ખાવો જેવા સૂત્ર માં સમાઈ જઈ ને સાથે વાડી ખેતર માં મજૂરી કરવા જતાં પતિ ના પગલે ચાલનારા પતિવ્રતા સ્ત્રી હતા.આખા દિવસ દરમિયાન કામ દરમિયાન વળી રામ નુ નામ તો બસ હોઠ પર જ હોય, આવા ધર્મનિષ્ઠ, આવા કર્મનિષ્ઠ, આવા રામનિષ્ઠ, આવા પતિનિષ્ઠ, આવી સ્ત્રી આજના ઘોર કલયુગ માં જોવા મળે તો નવાઈ જ સમજવી, રોજ પાઈ પાઈ બચાવી અે તો એક સમયે અનેક રૂપિયા થાય છે એમ રોજ ની ધાણીફૂટ મજૂરીના અંતે ચાલીસ મણ દાણો વીરબાઈ માં અને બાપા પાસે ભેગો થયો, વીરૂમા ની જલારામ બાપા સાથે ની મહેનત રંગ લાવી ખાનારા બે અને આટલો બધો દાણો સુ ખપ નો? એવો વિચાર પૂજ્ય બાપા ને આવ્યો એક દિવસ બાપા અે વીરબાઈ માં ને પ્રશ્ન પૂછ્યો સુ કરશું આટલા બધા દાણા નુ? અને ચતુર નારી ને ઈશારો કાફી હોય છે વીરબાઈ માં સમજી ગયા જલારામ બાપા ને કહે: મારા તરફ થી સહેજ શંકા જેવું રાખશો નહીં, રામ નુ નામ લઈ લઈ ભૂખ્યા ને ટુકડો આપવા નુ શરૂ કરો તમો ને ખબર છે જે "ટુકડો આપે તેને હરી ઢુકડો" આમ ટુકડો ત્યાં હરિ ઢુકડો નુ સૂત્ર માતુશ્રી વીરબાઈ માં અે પ્રથમ આપ્યું, કોઈ કહે કે ન કહે પણ આ સૂત્ર આ શબ્દો આ વાક્ય જલારામ બાપા પર એટલી અસર કરી કે એમણે સદાવ્રત સ્થાપના નુ નક્કી કર્યું અને સવંત ૧૮૭૬ ના મહા સુદ બીજ ના દિવસે સદાવ્રત ની શરૂઆત કરી જે આજ ૨૦૧ વર્ષ થી અવિરત ચાલુ છે.

કહેવાય છે કે સફળ પુરુષ ની પાછળ સ્ત્રી નો હાથ હોય છે જલારામ બાપા આ સદાવ્રત કે અન્ન ક્ષેત્ર બાબતે સફળ થયા, નામના પામ્યા, એમાં વીરૂમાં ની સૂચક સલાહ અને સાથ કામ કરી ગઈ બાકી અન્ય કોઈ દાણા વેંચી સોનું ખરીદી લે, એવું કહેવું હોય તો કહી શકાય કે વીરબાઈ માં જેવા સ્ત્રી બાપા ને ન મળ્યા હોત તો અપાર મુશ્કેલી બાપા ને સર્જાત, તેઓ પતિની લાગણી અને ભક્તિભાવ ને બરોબર પચાવી સમજી જાણ્યા, અને એને અનુસરવા સદાય તત્પરતા બતાવી, એમ કરતાં દુઃખ આવે તો પણ પરવા નથી કરી પતિ ની છાયા બનીને રહેવા માં આ આર્ય નારીએ સદાય આનંદ અને ગૌરવ અનુભવ્યો છે અને એમના જ સહયોગ માં વીરપુર જ્યાં જલારામ બાપા રહેતા હતા અે જગ્યા એ સદાવ્રત ની શરૂઆત કરી,

બાપા તો દી' આખો હાથ મા માળા કે કિરતાલ લઈ ને પ્રભુ ભક્તિ કરતાં પણ રસોડું તો માં વીરબાઈ માં જ સંભાળતા વહેલા ઊઠી સાફસફાઈ કરવી, અનાજ દળવું ચૂલા સળગાવવા, લાકડા લીલા હોય તો વાંકા વળીને ફૂકણી થી ફૂકવું, શરીર ના ફેફસાંય ઊંચા થઈ જાય, વળી મોટા મોટા તપેલા ચડાવવા એમાં દાળ ઉમેરવી શાકભાજી ધોવી, સમારવી, વધારવી,  રોટલા ટીપવા શેકવા આહાહાહા ન જાણે કેટલી મહેનત અે પણ કોના માટે? પોતાના ના માટે નહિ કેવળ સદાવ્રત માટે બીજા માટે આટલું કરતા ભૂખ લાગી છે લાવ ખાઈલવ એવું નહિ  અતિથિ ને જમાડી ને ભોજન લેવાનો બન્ને નો નિયમ, વ્રત અતિથી ન હોય તો ભૂખ્યા સૂઈ જાય એમાં એક વખત સદાવ્રત ની સ્થિતિ ડામાડોળ થઈ કે ન પૂછો વાત જે મોદી બાપા ને કરિયાણું આપતા એમની ઉધારી વધી ગઈ  રોકડા પૈસા બાપા પાસે ન હતા મોદી અે ઉધારી ની ના પાડી રસોડા મા ભંડાર માં અને બજાર માં ઉધારી મા શું સ્થિતિ છે એનાથી વીરબાઈ માં અજાણ ન હતા એમને બાપા ના મુખ પર ની ઉદાસી બાદ બાપા ને પૂછ્યું હું તમારી ખરી ને? બાપા કહે હા દેવી એમાં પૂછવા નુ શુ હોય? વીરબાઈ માં કહે તો મારી દરેક વસ્તુ તમારી જ છે તો શુકામ અકડાવ છો મુંજાવ છો મારા દાગીના પણ તમારા જ કેવાય તો જટ જાવ અને દાગીના વેચી મોદી ની ઉધારી ભરી કરિયાણું લઈ આવો બાપા કહે એમ મારા થી તમારા પિયર ના દાગીના ન વેચાય? વીરુમા કહે જેમ તમને દાગીના પૈસા ની મોહ નથી એમ મને પણ મોહ નથી માટે તુરતજ વેંચી આવો કેટલી ઉમદા ભાવના વીરબાઈ માં આવા ઊંચ ગુણો હતા તેના કેટલા ગુણો લખવા તેઓ સતી સાધ્વી સ્ત્રી હતા પતિ ના સેવા યજ્ઞ મા ખંભે ખંભો મિલાવી ને કામ કરવા મા ક્યારેય પીછે હઠ નથી કરી 

એકવખત તો હદ થઈ ગઈ કસોટી ના ભાગ રૂપે અે સાધુ નુ વીરપુર બાપા ને ત્યાં આગમન થયું જમવા સમયે અે સાધુ પધાર્યા બાપા અે જમવા નો આગ્રહ કર્યો તો એમને જમવા ની સ્વીકાર ન કરતા સેવા માટે જલારામ બાપા પાસે એમની ધર્મ પત્ની વીરબાઈ માં ની માગણી કરી કહ્યું મારી ઉંમર ખુબ વધી ગયેલ છે શરીર જર્જરિત થઈ ગયેલ છે તો તમારી પત્ની ને મારી સેવા માટે આપો જલારામ બાપા સીધા રસોડા માં ગયા આંગણે આવેલ સાધુ અે જે માંગણી કરી હતી અેની અસર બાપા ના મોં પર હતી અે વીરબાઈ માં પામી ગયા સવાલ જવાબ ના અંતે વીરબાઈ માં જાણી ગયા કે સાધુ એમની સેવા માટે મારી માગણી કરી છે .

જલારામ બાપા અે વીરબાઈ મા ને કહ્યું ભંડારી હવે શું કરું? બાપા વીરબાઈ માં ને ભંડારી કહી ને બોલાવતાં, એવા જલારામ બાપા ના સવાલ નો જવાબ વીરબાઈ મા અે તરતજ આપી દિધો: આપણે તો સાધુ સંતો ની સેવા કરવી છે બિચારા એમની કાયા હાલતી ચાલતી ન હોય તો આપણે શું ખપ ના? પણ તમારી રજા,મંજૂરી, હોય તો હુ જરૂર થી સાધુ સાથે સેવા માટે જઈશ, બસ, તમે રાજી થઈ ને હા પાડી દો, અને જલારામ બાપા ના હૈયે માં જાણે આનંદ નો અષાઢ અને શાંતિ નો શ્રાવણ સળગ્યો હસે, એમ વીરબાઈ માં અે ભારતીય નારી નુ મસ્તક જાણે વિશ્વ ના તખ્તા ઉપર ઉન્નત કર્યું, એમના ત્યાગ અને પતિભક્તિ ને સો સલામ, આમ બાપા અને માતુશ્રી ના વિચારો મા એક્ય જોવા મળે છે ઇતિહાસ સાક્ષી છે અે પછી વીરબાઈ માં અે નાહી ધોઈ કોરા વસ્ત્રો ધારણ કરી કપાળ મા ચાંદલો કરી અોસરી મા આવી જલારામ બાપા ને પગે લાગી વીરબાઈ માં કહે ભગત, બોલ્યું ચાલ્યું માફ કરશો તમારી સેવા મા ઉણપ રહી ગયેલ હોય તો મન ન લાવસોને માફ કરશો એમ કહી સાધુ મહાત્મા સાથે રોંઢાટાણે સાધુ સાથે ચાલી નીકળ્યા અને પછી તો કહેવાય છે "ભગવાન કસોટી કરવા આવ્યા ભગત ની અને ભગવાન ને ભાગવું ભારે પડ્યું" વીરપુર ના સીમાડે ભગવાન વીરબાઈ મા ને ઝોળી ધોકો સોંપી ચાલ્યા ગયા બાદ મા આકાશ વાણી થઈ કે તમે ઘરે જઈ ઝોળી ધોકા ની સેવા કરવી ક્યારેય અન્ન અન્નક્ષેત્ર મા નહિ ખૂટે ત્યાર થી આજ સુધી અવિરત અન્ન ક્ષેત્ર વીરપુર મા ચાલે છે કદી અન્ન ખૂટેલ નથી અને છેલ્લા ઘણા વર્ષો થી ભેટ દાન ના પૈસા પણ વીરપુર મંદિર સ્વીકારતું નથી, વીરબાઈ માં ને સંતાન મા માત્ર એક પુત્રી હતા, એમના જેવાજ સ્વરૂપ વાન ગુણવાણ ધર્મ પરાયણ દીકરી જમનાબેન અવતર્યા એમાં લગ્ન કોટડાપીઠા પૂજ્ય જસુમાં ના દીકરા ભક્તિરામભગત વસાણી સાથે થયેલ, જમનાબેન ને બે પુત્રો કાળાભગત અને રામજીભગત, કાળાભગત હમેશા વીરપુર બાપા સાથે રહેતા કાળાભગત ના દીકરા હરીરામભગત વસાણી ને બાપા અે દતક લેતા અે વસાણી માંથી ચાન્દ્રાણી થાય હરીરામબાપા ના દીકરા ગિરધરભગત અને ગિરધરબાપા ના દીકરા જયસુખબાપા ને જયસુખરામ ના દીકરા રઘુરામબાપા હાલ વીરપુર ના ગાદીપતિ છે એમને છેલ્લા ઘણા વર્ષો થી મંદિર માંથી દાન પેટી નથી રાખી કોઈ ભેટ કે પૈસા સ્વીકારતા નથી અને અવિરત સદાવ્રત ચાલુ છે હમણા તાજેતર માં જ પૂજ્ય રઘુરામભગતે જલારામ બાપા અને વીરબાઈ ની પ્રેરણા થી નવ નિર્મિત અયોધ્યા ના રામજી મંદિર મા રામલલ્લા ને ધરાવવામાં આવતો થાળ આજીવન વીરપુર મંદિર તરફ થી ધરાવશે એવું જાહેર કરેલ છે

આમ વીરબાઈ માં જલારામ બાપા નો પરિવાર પણ કર્તવ્યનિષ્ઠ છે પૂજ્ય વીરબાઈ મા ના આવા ઉમદા, નેક, વફાદાર, સત્યપ્રિય, કર્મનિષ્ઠ, રામનિષ્ઠ, પતિ પરાયણ, સાદા, સરળ, નિર્મળ, મન વાળા સન્નારી એવા વીરબાઈ માં જલારામ બાપા ને જિંદગી માં સાથ આપતા આપતા પોતાનો ધર્મ અને કર્મ અદા કરતા કરતા સવંત ૧૯૩૫ કારતક વદ નોમ ના દિવસે વૈકુંઠવાસી થયા, બાપા અે જગ્યા મા સાત દિવસ સુધી અખંડ રામધૂન જગાવી એમના આત્મા ને પરમ શાંતિ બક્ષી..

જે મકાન મા આટકોટ વીરબાઈ માં નો જન્મ થયેલ અે જગ્યા અે હાલ મા વીરબાઈ નુ મંદિર બનાવેલ છે ત્યાં અવિરત સદાવ્રત અને રામ નામ નો પ્રસાદ પીરસાય છે ત્યાં જે થાળ મા વીરબાઈ માં અને જલારામ બાપા ને કંસાર પીરસાયેલ અે થાળ દર્શન મા રાખેલ છે એમજ પ્રતિ વર્ષ ભદ્રાવતી નદી કિનારે આવેલ આટકોટ વીરબાઈ મંદિર મા પૂજ્ય માં ની પુણ્યતિથિ, વીરબાઈ માં ના મંદિરે વીરપુર માફક અન્નક્ષેત્ર ધમ ધમતું રહે છે..

(8:47 pm IST)