Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

ગીરગઢડા તાલુકાના આકોલાળી ગામે ૭ વરસ પહેલા દલિત યુવાનને ઘરમાં પુરી સળગાવી નાખી મોત નિપજાવ્યાના ગુનામાં ઉના કોર્ટે દ્વારા તમામ ૧૧ આરોપીઓને આજીવન સખત કેદની સજાઃ દરેક આરોપીઓને ૫૪ હજાર રૃપીયા દંડ ફટકારતી સ્પેશીયલ એસ્ટ્રોસીટી કોર્ટ

ઉનાઃ ગીરગઢડા તાલુકાના આકોલાળી ગામે ગત ૧૩-૯-૨૦૧૨ના રોજ દલિત કાળાભાઇ જેઠાભાઇ સરવૈયાના પરિવાર ગામમાં હતો. અને આ અંગે ગીરગઝા પોલીસ સ્ટેશનમાં કાળાભાઇ જેઠાભાઇ સરવૈયા જાતે દલિત રે-આકોલાળી વાળાએ એવા પ્રકારની ફરીયાદ નોંધાવી હતી. કે ૧૩-૯-૨૦૧૨ના સવારે ૮ કલાકે આકોલાઇન ગામના લોકોનું એક ટોળુ જેમાં ભાણાભાઇ કાનાભાઇ વાજા, લાલજીવશરામ,બાલુભાઇ દાના મકવાણા, ધીરૃ વીરા વાજા, ભીખા વીરાવાજા, પાંચા લાખાવાજા, પ્રવિણ ધીરૃ વાજા, અરજણ બાલુ મકવાણા, હમીર અરજણ વાજા, રે-આકોલાળી વાળાઓકેરોસીનના ડબલા લઇ રાડો પાડી તારો દિકરો લાલજી કાળા અમારી દિકરીને ઉપાડી ગયેલ કયાંક છુપાવી દીધી છે. તેને મારી નાખવો છે. તેમ કહી તેને બહાર કાઢો તેમ કરતા કાળાભાઇ જેઠાભાઇ સરવૈયા વચ્ચે પડી સમજાવા જતા લોકોએ ઉશ્કેરાઇ જઇ તેમની ઉપર ત્યા ઘર ઉપર છુટટા પથ્થરોના  ઘા મારી ઇજા કરી લાકડીવતી મારમારવા લાગેલ.

લોકોના ટોળામાંથી લોકોઆરોપીઓ ઘર ઉપર ચડી અને લાલજી ઘરમાં સુતો છે તેથી મકાનનો બહારથી દરવાજોને સાંકળમારી મકાન ઉપરચડી નળીયા એસવી ગાદડા ગોદડા કેરોસીનવાળા કરી ઘરમાં સળગાવી નાખેલ અને મકાન સળગાવી નાખતા ઘરમાં રહેલ લાલજી કાળા ઘરમાં જ સળગીને ભડથુ થઇ મૃત્યુ પામ્યો હતો. આ બનાવમાં જેન્તીભાઇ કાળાભાઇ, જીણા કાળાને પણ ઇજાઓ થઇ હતી. દવાખાને સારવાર માટે ખશેડલ હતા. આ અંગે ગીરગઢડા પોલીસે ફરીયાદ નોંધી હતી. જીલ્લામાંથી પોલીસ કાફલો આ કોલાળી ગામે પહોંચી તપાસ શરૃ કરી હતી.

એસસીએસટી સેલના ડીવાયએસપી કે.એસ.કારાવદરા,ત્થા જીલ્લાના પોલીસ નાયબ અધિક્ષક આર.કે.શર્માએ તપાસમાં જોડાઇ તમામ આરોપીઓ ૧૧ને ૧૪-૯-૧૨ ના પકડી પાડી કોર્ટમાં રજુ કરતા રીમાન્ડ બાદ જેલહવાલે કર્યા હતા.

આ કેસ ઉનામા સ્પેશ્યલ એસ્ટ્રોસીટ કોર્ટમાં ચાલતા સરકાર પક્ષે સરકારી વકિલ મોહનભાઇ ગોહિલની ધારદાર દલીલો હાઇકોર્ટ, સુપ્રીમ કોર્ટના ચુકાદા તેમજ ફરીયાદી ત્થા ઇજા પામનારની જુબાની,ડોકટરોની જુબાની પી.એમ.કરનાર ડોકટરોની જુબાની, દસ્તાવેજી પુરાવા, જ્લ્ન્ રીપોર્ટ તપાસનિસ પોલીસ અધિકારીની જુબાનીની નોંધલઇ આજ રોજ સ્પેસ્યલ એસ્ટ્રોસીટી કોર્ટના જજશ્રી એસ.એલ.ઠકકર તમામ પાસોઓને જેલમાં રાખી આજે આ કેસનો શકવર્તિ ચુકાદો અને નોધનીય ચુકાદો આપતા સજા જાહેર કરી હતી. કે તમામે તમામ ૧૧ આરોપીઓને આજીવન સખત કેદની સજા ત્થા તમામ આરોપીઓ જીવેત્યાં સુધી છેલ્લા શ્વાસ સુધી સખત કેદની સજા ત્થા દરેક આરોપીને રૃા.૫૪ હજાર રૃપીયા દંડ કોર્ટમાં ભરવાનો અને અપિલની મર્યાદા પુરી થઇ ગયા પણ આરકમ પ લાખ ૯૪ હજાર રૃપીયા પિડિત દલીત પરિવાર ફરીયાદી કાળાભાઇ જેઠાભાઇ સરવૈયાને ચુકવવાની રહેશે.

આ કેસ ચાલ્યો ત્યાં સુધી તમામ ૧૧ આરોપીઓના હાઇકોર્ટ સુધી જામીન મંજુર થયા ન હતા અન્ડર ટ્રાયલ કેસ ચાલેલ હતો. ઉના કોર્ટમાં ચુકાદો સંભળાવતા દલિતપરિવારને ન્યાય મળ્યાનો એહસાસ થયો હતો ઉના કોર્ટ ૭ વરસમાં નોંધ પાત્ર શકવર્તિ ચુકાદો આપી એક દાખલો બેસાડયો હતો.

(8:05 pm IST)