Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

જૂનાગઢના માંગરોળમાં આધારકાર્ડ કઢાવવામાં લોકોને ભારે હાલાકી

આધારકાર્ડની ઓફિસ હેઠળ 66 ગામ છતાં માત્ર એક જ કોમ્યુટર કીટ હોવાથી લોકોને મુશ્કેલી

જુનાગઢના માંગરોળ ખાતે આધારકાર્ડ માટે લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે માંગરોળ ખાતે જુની મામલતદાર કચેરીમાં આધારકાર્ડની ઓફીસ આવેલ છે જેના અધિન 62 ગામો છે. અને આ ઓફીસમાં માત્ર એકજ કમ્પ્યુટર કીટ હોવાથી રોજના માત્ર 50 આધારકાર્ડ નીકળી રહયા છે જેથી દૂરદૂરથી પોતપોતાના કામ છોડીને આધારકાર્ડ માટે આવતા બાકીના આગંતુકોને વીલા મોઢે પાછા ફરવું પડે છે. આ બાબતે જરૂરી સુવિધા વધારવા અથવા આધારકાર્ડની બીજી કીટ વધારવા પ્રબળ લોક માંગ ઉઠી છે.

(7:57 pm IST)