Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

સાવરકુંડલામાં 75 હજારની લાંચ માંગનાર સામે કાર્યવાહી: પી.આઈ અને પોલીસ કોન્સ્ટેબલ નાસી છૂટયા એક પોલીસ કોન્સ્ટેબલની ધરપકડ

સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના બહારના ભાગે આવેલ મેઇન રોડ,ઉપર  રૂ.૮૦,૦૦૦ લાંચની માંગણી કરનાર કરનાર સામે કાર્યવાહી કરવામાં આવી છે જેમાં અરવિંદભાઇ પાચાભાઇ પરડવા પોલીસ હેડ કોન્સ. ટ્રાફીક જમાદાર, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન, નરેન્દ્રસિંહ ગીરવાનસિંહ ગોહીલ એ.એસ.આઇ. બીટ જમાદાર, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન,

  પી.બી.ચાવડા પો.સ.ઇ તથા ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેકટર, સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન સામે  કાર્યવાહી કરવામાં આવી છે તેઓ  ફરાર થઈ જતા  શોધખોળ  હાથ ધરવામાં આવી છે

બોટાદ એસીબી ટીમે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનના બહારના ભાગે આવેલ મેઇન રોડ,ઉપર છટકુ ગોઠવ્યું હતું

 પ્રદિપભાઇ મનસુખભાઇ વાળા ઉર્ફે મુન્નો ઉ.વ.૩૭ રહે.- સાવરકુંડલા નેસડી રોડ, ખોડીયારનગર નાઓનો તા.૧૯/૧૧/૨૦૧૮ના રોજ રાત્રીના સાડા દસેક વાગ્યે કોઇ ઝેરી દવા પી જઇ સારવારમાં દાખલ થયેલ હોય જેના કામે સા.કુંડલા ટાઉન પો.સ્ટે. જા.જોગ નં.-૧૧/૨૦૧૮ તા.૨૦/૧૧/૨૦૧૮ કલાક ૧૯/૦૦ વાગ્યે દાખલ થયેલ હોય જે જાણવા જોગની તપાસ આ કામના  નાઓએ કરતા હોય જેઓેએ આરોપી નં.૩ ના કહેવા મુજબ ફરી.ના મામાનું નામ નહી ખોલાવવાનાં કામે પ્રથમ રૂ.૧૫,૦૦૦/-ની લાંચની રકમની માંગણી ફરી.પાસે કરેલ બાદમાં આ કામનાં ત્રણેય આરોપીઓએ ફરી.ને પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવી હવે આ કામે ગુન્હો દાખલ કરવાનો છે. જેથી ફરી.ના મામાનું આરોપી તરીકે નામ નહી ખોલાવવા બાબતે રૂ.૮૦,૦૦૦/-ની લાંચની રકમ આરોપી-૩ વતી નંબર-૧, તથા ૨ નાઓએ ફરી.પાસે કરી આરોપી નં.૧ નાઓએ ફરી.પાસેથી આ રૂ.૮૦,૦૦૦/-ની લાંચની રકમ સ્વીકારી તેમાંથી ફરી.ની આજીજીના કારણે રૂ.૫૦૦૦/-ની રકમ પરત આપી રૂ.૭૫,૦૦૦/- સ્વીકારી ટ્રેપ વખતે એ.સી.બી.ટીમને જોઇ રેલ્વે ટ્રેક તરફ ઝાડી જાખરામાં નાસી ભાગી ગઇ અંધારામાં તેઓએ સ્વીકારેલ લાંચની રકમ ફેકી દઇ પુરાવાઓનો નાશ કરી એકબીજાએ મદદગારી કરી ગુન્હો કર્યા વિગેરે બાબતે ગુનો દાખલ કરાયો છે 

ટ્રેપીંગ અધિકારી બી.પી.ગાધેર પો.ઇન્સ.બોટાદ એ.સી.બી.પો.સ્ટે.તથા ટીમ તથાસુપરવીઝડી.ડી.ચાવડા ઇન્ચાર્જ મદદનીશ નિયામક એ.સી.બી.જુનાગઢ એકમ,જુનાગઢ. દ્વારા કરાયું હતું

(4:31 pm IST)