Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

લાલપુર પાસે આગળ જતી એકટીવા પાછળ અથડાતા પડી ગયેલ હોન્ડા ચાલક વિજયસિંહને પાછળથી મારૂતિએ હડફેટે લઇ લીધો

નવા ગામના ગામે સવા લાખની ઘરફોડી

 જામનગર તા. ૨૯ : લાલપુર પોલીસ સ્ટેશનમાં વિજયસિંહ જોરૂભા જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, વિજયસિંહના ભાઈ વનરાજસિંહ જોરૂભા પોતાના હોન્ડા મોટરસાયકલ નં. જી.જે.–૧૦–સી.એ.–૪૧રપ નું ચલાવી પડાણા ગામ તરફથી રોડ પર આવતા હોય ત્યારે તેની આગળ રોડ ઉપર એકટીવા મોટરસાયકલ જી.જે.–૧૦–સી.એફ.–૯૮૦૩ ની જતી હોય તેની પાછળ મોટરસાયકલ અડી જતા જતા રોડ ઉપર પડી જતા સામે પડાણા પાટીયા તરફથી મારૂતિ સ્વફીટ કાર જેના રજી.નં.જી.જે.૦૧– એચ.કયુ.–૬૪૯૦ નો ચાલક પુર ઝડપે આવી વનરાજસિંહ ના માથા પર વ્હીલ ફેરવી દઈ મોત નિપજાવી ગુનો કરેલ છે.

અહીં બેડી મરીન પોલીસ સ્ટેશનમાં હીરજીભાઈ ભાણજીભાઈ પરમાર એ ફરીયાદ નોંધાવી છે કે, નવાનાગના ગામે મકાનના બારી વાટે કોઈ અજાણ્યો ચોર દરવાજાના મીજાગરા ખોલી દરવાજો કાઢી બાજુના રૂમના લોક તોડી રૂમમાં રાખેલ કબાટની તિજોરીના ખાનામાં રાખેલ એક સોનાની ચેઈન ડીસ્કો પીટર્ન નો આશરે સવા બે તોલાનો જેની કિંમત રૂ.૩૭૦૦૦ તથા સોનાનો હાર રજવાડી ટાઈપનો આશરે ચાર તોલાનો જેની કિંમત રૂ.૬૮૦૦૦ તથા બે જોડી ચાંદીની જાંજારી તથા એક ચાંદીનો કંદોરો આશરે કિંમત રૂ.૩પ૦૦ તથા નાકના દાણા નંગ ત્રણ જેની કિંમત રૂ.૮૦૦ તથા રોકડા રૂ.આ. ૧૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૧૯,૩૦૦ની ચોરી કરી લઈ જઈ ગુનો કરેલ છે.

દરેડ ગામે જુગાર

અહીં પંચ બી-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ. હાર્દિકભાઈ મનહરલાલ ભટ્ટ એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ ગામ, નીલગીરી વિસ્તારના નદીના કાંઠે બાવળની ઝાડીમાં મનસુખગીરી પ્રવિણગીરી ગોસ્વામી, વૈજાભાઈ ઉકકાભાઈ કરીર, પાંચાભાઈ દાનાભાઈ કરીર, નારણભાઈ ગોવિંદભાઈ ગમારા, ધર્મેશગીરી સંજયગીરી ગૌસ્વામી, રે. દરેડ, જાહેરમાં તીનપતી રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રેઈડ દરમ્યાન ગંજીપતાના પાના તથા રોકડા રૂ.૪રપ૦ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે.

(3:36 pm IST)