Gujarati News

Gujarati News

News of Thursday, 29th November 2018

તળાજા પાલિકાનાં પ્રમુખ વિરૂધ્ધ અવિશ્વાસની દરખાસ્તનો આજે ફેસલો

ભાવનગર, તા.૨૯: તળાજા નગરપાલિકા ના પ્રમુખ વિરુદ્ઘ કોંગ્રેસ ના બારઙ્ગ માંથી દસ સભ્યો એ મુકેલ અવિશ્વાસ ની દરખાસ્ત ના પગલે પ્રમુખ એ બોલાવેલ આજ ગુરુવાર ના રોજ ખાસ સામાન્ય સભા માં કોંગ્રેસ ને ચૂંટાયેલા સભ્યો માંથી બહુમત સભ્યો પ્રમુખ ની વિરુદ્ઘ માં છે તે સાબિત કરવું પડશે.

 છેલ્લી ત્રણ ટર્મ થી ભાજપ નું જ શાસન તળાજા નગરપાલિકા માં છે. અઢી અઢી વર્ષ ની એમ બે ટર્મ માં બીજી ટર્મ પ્રમુખ માટે કાવા દાવા અને પકડ મુજે જોર આતા હૈ જેવી રહી છે.પરંતુ પ્રથમ ટર્મ માજ ભાજપ શાસિત પ્રમુખ ની ખુરશીના પાયા ખેંચવા માટેની કોંગ્રેસ દ્વારા લોકોના કામો નથી થતા તેવા કારણ સર કુલ અઠયાવીસ માંથી કોંગ્રેસ ના ચૂંટાયેલ બાર સભ્યો માંથી દસ જ સભ્યો એ સહીઓ કરી આવિશ્વાસનો પ્રસ્તાવ મુકેલ. જેમાં કોંગ્રેસ દ્વારા પ્રમુખ ની કામગીરી થી અસતોષ હોયઅથવા તો પ્રમુખ પદ આ ટર્મ અને આવતી બીજા અઢી વર્ષ ની બીજી ટર્મમાં પ્રમુખ પદ મેળવવા ની લાલસા હોય તેવા ભાજપના સભ્યોને મળી કોંગ્રેસના એક પણ સભ્યને કોઈ મહત્વનુ પદ નથી.જોઈતું તેવી વાત સાથે તડ જોડની રાજનીતિ શરૂ કરેલ હતી.

પ્રમુખ એ પણ સતાની રુએ પોતાના વિરુદ્ઘ અવિશ્વાસનો વિપક્ષના જ દસ સભ્યો દ્વારા પ્રતાવ મૂળવામાં આવતા આવતી કાલ ગુરુવારને બપોરના ચાર કલાકે સામાન્ય સભા બોલાવવા માં આવીછે.

આ સામાન્ય સભામાં આજ કોણ કયાંને કેટલા પાણીમાં છે તે મપાઈ જશે.ભાજપના કેટલાક સભ્યો કોંગ્રેની સાથે હતા તે બાબતે .બળા બળ ના પારખા થઈ જશે.

પ્રમુખની ખુરશી ખેંચીને બીજા પ્રમુખ માટે બહુમતી સાબિત કરવા માટે ઓગણીસ સભ્યો હોવા જોઈએ જે કોંગ્રેસથી થાય તેમ નથી અથવા તો કહી શકાય કે ભાજપના સભ્યો પણ એટલી સંખ્યામાં એક જુટ થાય તેમ નથી જેને લઈ કોંગ્રેસના અવિશ્વાસની દરખાસ્ત અને પ્રમુખ પદનો તાજ ઝૂંટવીને ભાજપના જ ચહેરાને પહેરાવી શકાય તે મનસૂબા પર પાણી ફરી વળે તેમ જાણકારો કહી રહ્યા છે.

બીજી તરફ ભાજપની આજ રાત્રે ઉપ પ્રમુખ ની વાડીએ ઓળા રોટલાની પાર્ટી સાથે સંકલન બેઠક બોલાવવામાં આવી છે. દ્યીના ઠામમાં દ્યી પાડવા માટે. તે પણ તળાજાના રાજકારણમાં ચર્ચાનો વિષય આજ દિવસ દરમિયાન બન્યો હતો.

(12:09 pm IST)