Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

ભેસાણમાં રાહુલ ગાંધીની જનસભાને લઇ મતદારોમાં ભારે ઉત્તેજના

કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની સજજડ સુરક્ષા

 જુનાગઢ તા. ર૯: ભેંસાણમાં રાહુલ ગાંધીની જનસભાને લઇ મતદારોમાં ભારે ઉત્તેજના પ્રવર્તે છે. કોંગ્રેસનાં રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની જડબેસલાક સુરક્ષા ગોઠવવામાં આવી છે.

ગુજરાત વિધાનસભાની ચુંટણીનો જંગ બરાબરનો જામ્યો છે. ચુંટણી પ્રચાર માટે રાજકીય પક્ષોના નેતા વગેરે ભારે દોડાદોડી કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસનાં યુવરાજ રાહુલ ગાંધીની જુનાગઢ જિલ્લાનાં ભેસાણ ખાતે આજે બપોરે જાહેર સભા યોજાઇ છે.

રાહુલ ગાંધી સોમનાથ દાદાના દર્શન કરીને ભેસાણ ખાતે પહોંચશે. ભેંસાણમાં તેમની જાહેરસભાનો સમયઇ બપોરના ર-૪પ કલાકનો છે. તેઓ સભાનાં માધ્યમથી મતદારોને રીઝવવાનો પ્રયાસ કરશે.

વિસાવદર વિધાનસભા બેઠક ભેંસાણ હેઠળ ર૦૧૪માં કોંગ્રેસની બેઠક ૧ર૬૦ મતથી વિજેતા થયેલ અહિં કોંગ્રેસ પાસે જ રહે તેવા આશ્રય સાથે કોંગ્રેસના ભાવિ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભેંસાણ ખાતે જાહેરસભા આયોજીત કરવામાં આવી છે.

રાહુલ ગાંધી પ્રથમ વખત જ ભેંસાણ ખાતે આવી રહ્યા હોય મતદારોમાં પણ ભારે ઉત્તેજના પ્રવર્તે છે.

ભેંસાણ ખાતેની સભા દરમ્યાન રાહુલ ગાંધીની સુરક્ષા અને કાયદો વ્યવસ્થા જાળવવા માટે ડીવાયએસપી એમ. એસ. રાણા સહિત પોલીસ અધિકારીઓ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.

 

(5:00 pm IST)