Gujarati News

Gujarati News

News of Wednesday, 29th November 2017

જસદણ બેઠક ઉપર મતોના લીધે મહિલાઓનું વર્ચસ્વ વધ્યુ

જસદણ, તા. ૨૯ :. જસદણ વિધાનસભાની બેઠકનો પ્રચાર પ્રસાર જોરશોરથી થઈ રહ્યો છે. ઉમેદવાર અને તેમના કાર્યકરો દ્વારા દરરોજ અવનવા કિમીયાઓ સુઝતા સોશ્યલ મિડીયા રાત-દિવસ સક્રીય રાખી ગ્રુપોમાં જોઈન્ટ લોકોના મોબાઈલની બેટરી ઉતારી અને કિંમતી સમય બગાડી રહ્યા છે. આમ ચૂંટણીનં પડ ધમધમતુ રાખી રહ્યા છે ત્યારે આ બેઠક પર મહિલાઓની સભા પણ ગાજવા લાગી છે. ભારત સરકાર દ્વારા વર્ષ ૨૦૦૧ને મહિલા સશકિતકરણ (સ્વશકિત) તરીકે જાહેર કર્યુ હતું પરંતુ જસદણ પંથકમાં બન્ને મુખ્ય પક્ષોના ઉમેદવારો સામસામ કાંટે કી ટક્કર જેવી સ્થિતિ હોવાથી ગામડાઓમાં સાંજ પડયે મહિલા કાર્યકરો યેનકેન પ્રકારે સભા ગોઠવી જેમાં મહિલાઓને કહે છે કે, તમે આને જ મત આપજો ! આ સિવાય કોઈને પણ મત આપતા નથી ! ભારતીય રાજકારણના અત્યંત મહત્વના હોદાઓનું ગૌરવ ભૂતકાળમા અનેક મહિલાઓ વધારી ચૂકી છે ત્યારે જસદણ બેઠક હાલ ફકત અને ફકત મતને કારણે મહિલાઓનું વર્ચસ્વ વધી રહ્યુ છે. તે ઘટના પણ નાનીસુની નથી.

(11:33 am IST)