Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

૧૩ વખત રકતદાન કરનાર ડો.ધવલ ગોસાઇએ પ્લાઝમાં ડોનેટ કરીને જન્મદિન ઉજવ્યો

(વિજય વસાણી દ્વારા )આટકોટ તા.૨૯: કોરોના વાયરસની વૈશ્વિક મહામારીને નાથવા આરોગ્ય તંત્ર સજ્જ છે, સ્થાનિક આરોગ્ય અધિકારીઓ અને રાજય સરકારના ખાસ ફરજ પરના ઉચ્ચ અધિકારીઓ રાતદિવસની મહેનત થકી કોરોના નિયંત્રણ માટેના અસરકારક પગલાં લઈ રહ્યા છે. એવા કપરા સમયે નાગરીકો પણ પોતાનો નાગરીક ધર્મ બજાવવામાં જરા પણ ઉણા ઉતર્યા નથી. ત્યારે કોરોનામુકત બન્યા બાદ ડો.ધવલ ગોંસાઈ એ પોતાના જન્મદિને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમાં ડોનેટ કરીને જન્મદિવસની અનોખીઉજવણી કરી સમાજને નવો રાહ ચિંધ્યો છે.

ડો.ધવલભાઈ મૂળ તો કમળાપુર ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર તરીકે કાર્યરત છે અને ખાસ ૧૧ દિવસ માટે તેમનું ડેપ્યુટશન રાજકોટ ખાતે સમરસ હોસ્પિટલમાં કરવામાં આવ્યું હતું. કાર્યકાળ પૂર્ણ થતાં તેમનો ટેસ્ટ કરાવતા તેનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો માટે તેમને પણ દાખલ કરવામાં આવ્યા, સારવાર દરમિયાન ખબર પડી કે તેમના ફેફસાં ૨૫% ડેમેજ છે આમછતા તેમણે હૈયે હામ રાખીને હોંશભેર કોરોનાને મ્હાત આપી.

હાલ તેમના શરીરમાં એન્ટીબોડી જનરેટ થતા તેમણે જન્મદિને અન્યોને મદદરૂપ થવાની લાગણી સાથે સિવિલ હોસ્પિટલમાં પ્લાઝમાં ડોનેટ કર્યું છે. આ વિશે વાત કરતા ડો.ધવલ જણાવેે છે કે, 'સમરસમાં આવતા દરેક પોઝિટિવ દર્દીઓને હું આત્મીયતા પૂર્વક આશ્વાસન આપતો કે તમે ચિંતા ન કરો તમે જલ્દી સાજા થઈને તમારા ઘરે પરત ફરશો આ સાંભળીને તેઓ ખુશ થઈ જતા પણ જયારે મને કોરોના થયો ત્યારે હું કોરોનાગ્રસ્ત દર્દીઓની માનસિક પરિસ્થિતિને વધુ નજીક થી સમજી શકયો, માટે મારા જન્મદિને પ્લાઝ ડોનેટ કરી હું અન્ય સંક્રમિત દર્દીઓની સેવા કરી રહ્યો છું. પ્લાઝમા ડોનેટ કરવાથી શરીરમાંથી રોગ પ્રતિકારક શકિત ઓછી થતી નથી કે અન્ય કોઈ પણ પ્રકારની બીમારી પણ ઉત્ત્।પન્ન નથી થતી, તો હું મારી જેમ કોરોના મુકત થયેલા અન્ય વ્યકિતઓને અનુરોધ કરું છું કે તમે પણ પ્લાઝમા ડોનેટ કરો, પ્લાઝમાથી બે દર્દીઓની જિંદગી બચી શકતી હોય તો આનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે ? આ રીતે આપણે સૌ કોરોના સંક્રમિત વ્યકિત અને આરોગ્ય તંત્ર બન્નેને મદદરૂપ થઈ આપણા સામાજિક ઉત્ત્।રદાયિત્વને નિભાવવા તત્પર થઈએઙ્ખ

અત્રે ઉલ્લેખનીય છે કે ડો.ધવલે ૧૩ વાર બ્લડડોનેટ કર્યું છે અને હવે પ્લાઝમાં ડોનેટ કરી કારોનાના સંક્રમણ કાળમાં લોકોમાં માનવીય અભિગમના પ્રસારને પ્રેરક બળ પુરૂ પાડયું છે.

ડો.ધવલ ગોસાઇના આ સત્કાર્ય અને પ્રેરણાદાયી કાર્યથી તેમના ઉપર અભિનંદનની વર્ષા થઇ રહી છે.

(4:05 pm IST)
  • દેશમાં કોરોનાના એક્ટીવ કેસનો આંકડો 6 લાખની અંદર સરક્યો : નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો :નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 48,692 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80, 87,976 થયો :એક્ટીવ કેસ ઘટીને 5,93,698 થયા:વધુ 57,709 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73, 71,748 રિકવર થયા :વધુ 561 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,21,130 થયો access_time 1:05 am IST

  • માનહાની કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલને ક્લિનચીટ : 2016 ની સાલમાં દિલ્હીના ભાજપ સાંસદ રમેશ બિધુડીએ માનહાની કેસ કર્યો હતો : કેજરીવાલે ન્યુઝ ચેનલમાં આપેલા ઇન્ટરવ્યૂ વખતે પોતાને બદનામ કરતું નિવેદન આપ્યાનો આરોપ હતો : દિલ્હીની રાઉસ એવન્યુ અદાલતે આપેલા ચુકાદાથી ફરિયાદીને ઝટકો access_time 7:12 pm IST

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 80 લાખને પાર પહોંચ્યો:નવા કેસની સંખ્યામાં એકધારો ઘટાડો:નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં છેલ્લા કેટલાય દિવસોથી સતત વધારો:રાત્રે 12 -30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 45,597 કેસ નોંધાયા:કુલ કેસનો આંકડો 80,34,702 થયો :એક્ટીવ કેસ ઘટીને 6,03,275 થયા:વધુ 52,087 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 73,09, 532 રિકવર થયા :વધુ 469 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,20,524 થયો access_time 1:00 am IST