Gujarati News

Gujarati News

News of Thursday, 29th October 2020

ઉના ફાયરીંગ પ્રકરણમાં માથાભારે શખ્સની 'પાસા' તળે ધરપકડ : ભૂજ જેલ હવાલે

(નવીન જોષી દ્વારા) ઉના, તા. ર૯ : ફાયરીંગ પ્રકરણના આરોપી માથાભારે શખ્સ રીયાઝ રફીકભાઇને પાસામાં પકડી ભુજ સેન્ટ્રલ જેલમાં મોકલી આપ્યો છે.

શહેરમાં ગત ર૦૧૯ના વરસમાં તાજીયાના જુલુસમાં ફાયરીંગ કરી ઇજા કરી લોકોમાં ભયનું વાતાવરણ ફેલાવનાર આરોપી રીયાઝ રફીકભાઇ કાસમાણી રે. ઉના કોર્ટ વિસ્તારવાળા સામે ગુનો દાખલ થયેલ હોય ઉના પોલીસ ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીએ તેમના ગુનાની ફાયલ જીલ્લા પોલીસ વડા રાહુલભાઇ ત્રિપાઠીને મોકતા તેમણે ગીર સોમનાથ જીલ્લા કલેકટરને ભલામણ સાથે ફાઇલ મોકલતા ગીર સોમનાથ જીલ્લા કલેકટરે તેમની પાસાની ફાઇલ મંજુર કરી પાસાનું વોરંટ ઉના પોલીસને મોકલતા પોલીસ સ્ટાફે રીયાઝ રફીકભાઇ કાસમાણી રે. ઉના વાળાને પાસાનું વોરંટ બજવી તેમને પકડી અને કચ્છ ભુજની સેન્ટ્રલ જેલમાં મોકલી આપેલ હતો.

પોલીસ સ્ટેશનના ઇન્સ્પેકટર વિજયસિંહ ચૌધરીએ માત્ર ૩ મહિનામાં પાંચમાં માથાભારે શખ્સ સામે પાસાના પગલા લેવાતા માથાભારે શખ્સો તથા બુટલેગરોમાં ફફડાટ ફેલાયો છે. હજુ પણ ઉના શહેર અને તાલુકામાં કાયદોને વ્યવસ્થા જાળવવા વધુ લોકો સામે આકરા પગલા લેવાશે તેમ જણાવેલ છે.

(11:24 am IST)
  • અમિતભાઈ શાહે ફોન કરી કેશુભાઈ પરિવારજનોને સાંત્વના પાઠવી : કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે કેશુભાઈ પટેલના પરિવારજનોને ફોન કરી શોક વ્યકત કરતાં કહ્યું કે કેશુભાઈએ તેનું સમગ્ર જીવન ગુજરાતની જનતાની સેવામાં સમર્પિત કર્યુ હતું. તેમના પરિવારજનોને સાંત્વના પાઠવું છું. access_time 4:01 pm IST

  • મધ્ય પ્રદેશ પેટા ચૂંટણી : મહેંગાવમાં પ્રચાર માટે ગયેલા ભાજપના ફાયર બ્રાન્ડ નેતા ઉમાભારતીની સભામાં ખુરસીઓ ખાલી : સભાના સ્થળથી 25 કિલોમીટર દૂર હેલીકૉપટર ઉતરતા સ્થળ ઉપર પહોંચવામાં મોડું થયું : ગુસ્સે થઇ ભાષણ આપ્યા વિના પરત ફર્યા access_time 1:55 pm IST

  • કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની કોરોના સંક્રમિત : બિહાર ચૂંટણી કમપેનમાં શામેલ સ્મૃતિ ઈરાનીએ સંપર્કમાં આવેલા લોકોને ટેસ્ટ કરાવી લેવા ટ્વીટર દ્વારા જાણ કરી access_time 7:03 pm IST