Gujarati News

Gujarati News

News of Tuesday, 29th October 2019

ક્યાર વાવાઝોડાની અસર ભાવનગર જિલ્લામાં વર્તાઇઃ ૩-૪ દિવસથી વાદળછાયા વાતાવરણ વચ્‍ચે સવારથી ઝરમર વરસાદ શરૂ થયો

ભાવનગરઃ અરબ સમુદ્રમાં સર્જાયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે ક્યાર વાવાઝોડું સર્જાયુ. જેની અસર ભાવનગરમાં પણ જોવા મળી છે. ભાવનગરમાં છેલ્લા 3થી 4 દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ જે બાદ આજે સવારથી કેટલાક વિસ્તારમાં ઝરમર વરસાદ શરૂ થયો છે.

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો. શામળાજીમાં વહેલી સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

ક્યાર વાવાઝોડાની અસરના પગલે નવસારીમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. નવા વર્ષના પ્રથમ દિવસે જ નવસારીના ગણદેવી અને બીલીમોરામાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વરસાદી માહોલને કારણે લોકોને નવા વર્ષના સેલિબ્રેશનમાં વિક્ષેપ પડ્યો હતો. તો માવઠાંને પગલે ધરતીપુત્રની ચિંતામાં પણ વધારો કર્યો હતો. કમોસમી વરસાદથી ડાંગર, શેરડી, તુવેર તેમજ શાકભાજી પાકોને મોટું નુકસાન થશે તેવી શક્યતા છે. ત્યારે અતિવૃષ્ટિને કારણે થયેલા નુકશાન સામે સરકાર વળતર જાહેર કરે એવી ખેડૂતોએ આશા વ્યક્ત કરી છે.

(11:15 am IST)